Site icon Revoi.in

પંજાબમાં બીજેપી ચૂંટણીનું બિગૂલ ફૂંકશે -14 અને 18 જૂને બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા અને ગૃહમંત્રી શાહ રેલીની કમાન સંભાળશે

Social Share

ચંદિગઢઃ- પંજાબમાં વિધાનસભાની ચૂંટણીઓ આવનારા સમયમાં યોજાવાની છે ત્યારે ભારતીય જનતા પાર્ટી ચૂંટણીનું બિગુલ ફૂંકવાની તૈયારીમાં છે,જાણકારી અનુસાર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જેપી નડ્ડા જૂનના બીજા અઠવાડિયામાં રેલી યોજવા જઈ રહ્યા છે ઉલ્લેખનીય છે કે આ રેલી પંજાબની જનતાને રિઝવવાના ભાગરુપે યોજાઈ રહી છે.

પ્રાપ્ત વિગત પ્રમાણે વિતેલા દિવસના મંગળવારના રોજ પાર્ટી અધ્યક્ષ જે.પી. નડ્ડા અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ વચ્ચે બેઠક થઈ છે, જેમાં પંજાબને લઈને પણ ચર્ચા ઓ થઈ  હતી. ત્યાર બાદ આ રેલી અંગેનો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું કહેવાય રહ્યું છે.

પંજાબના જલંધરમાં લોકસભા પેટાચૂંટણીમાં હાર બાદ પાર્ટીના કેટલાક ટોચના નેતાઓએ પાર્ટી અધ્યક્ષને એક રિપોર્ટ સોંપ્યો હતો, જેમાં હારના કારણોની ચર્ચા કરવામાં આવી હતી.ત્યાર બાદ બીજેપીનું સંપૂર્ણ ધ્યાન હવે પંજાબની જનતા પર છે.

પ્રાપ્ત વિગત પ્રમાણે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 18 જૂને ગુરુદાસપુરમાં એક વિશાળ રેલીને સંબોધિત કરશે. તો બીજી કરફ  આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ જે.પી. નડ્ડા પણ હાજર રહેશે. આ સાથે જ બીજી એક રેલીની કમાન જેપી નડ્ડા પણ સંભાળતા જોવા મળશે જેપી નડ્ડા 14 જૂને હોશિયારપુરમાં રેલીની અધ્યક્ષતા કરતા જોવા મળશે.

ઉલ્લેખનીય છે કે  જલંધર લોકસભા ચૂંટણીમાં ભાજપની હારથી પાર્ટી હાઈકમાન્ડ ચિંતામાં સરી પડ્યા છે.ત્યાર બાદ પાર્ટી સતત એક્શનમાં આવી છે  પાર્ટીના કેન્દ્રીય નેતાઓ હવે પંજાબ પર પોતાનું ધ્યાન કેન્દ્રીત કરી રહ્યા છે.અહી જીત કઈ રીતે મેળવવી તેની બીજેપી રણનીતિ બનાવી રહ્યા છે, જેના માટે દિલ્હીથી લઈને પંજાબ સુધી જોરશોરથી બેઠકો ચાલી રહી છે.