Site icon Revoi.in

કાળા ચણા આરોગ્ય માટે ખુબ જ ફાયદાકરક, નાસ્તામાં ચણાની આ વાનગી જરૂર ટ્રાય કરો

Social Share

ચણાને આરોગ્ય માટે ખુબ જ ફાયદાકારક માનવામાં આવે છે. જો તમે રોજ એક જ પ્રકારનો નાશ્તો કરીને કંટાળી ગયા હોય અને કંઈક એવું ખાવા માંગતા હોવ જે સ્વાદિષ્ટ હોય અને સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક હોય, તો કાળા ચણા તમારા માટે બેસ્ટ છે. તેમાં ભરપૂર માત્રામાં પ્રોટીન, ફાઈબર, આયર્ન અને સારા કાર્બ્સ હોય છે જે પેટને લાંબા સમય સુધી ભરેલું રાખે છે, સ્નાયુઓને મજબૂત બનાવે છે અને શરીરને એનર્જી આપે છે. ખાસ કરીને સવારના નાસ્તામાં તેને ખાવું ફાયદાકારક છે કારણ કે, તે સમયે શરીરને સારી એનર્જીની જરૂર હોય છે. મહત્ત્વની વાત એ છે કે તમે કાળા ચણાથી ઘણી ટેસ્ટી અને હેલ્દી ડિશ બનાવી શકો છો. તો કાળા ચણાની આ ટેસ્ટી રેસીપી ચોક્કસ ટ્રાય કરો.

કાળા ચણાના પરાઠાઃ આ પરાઠા બનાવવા માટે બાફેલા કાળા ચણાને મેશ કરીને તેમાં પીસેલું આદુ, આમચૂર પાવડર, જીરું અને બારીક સમારેલા લીલા મરચાં નાખો. હવે તેને ઘઉંના લોટમાં ઉમેરીને પરાઠા બનાવો. આ પરાઠા પ્રોટીનથી ભરપૂર છે અને તેને દહીં અથવા અથાણા સાથે ખાઈ શકાય છે.

કાળા ચણા ચીલાઃ પલાળેલા કાળા ચણાને આદુ, લીલા મરચા અને એક ચપટી અજમા સાથે પીસીને સ્મૂધ બેટર બનાવી દો. હવે આ બેટરને તવા પર નાખીને તેને ઢોસા કે પેનકેકની જેમ ફેલાવો. આ પ્રોટીનયુક્ત ચિલા બહારથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ હોય છે. તમે તેને ફુદીનાની ચટણી અથવા ટામેટાની ચટણી સાથે ખાઈ શકો છો.

કાળા ચણા મસાલા ફ્રાયઃ કાળા ચણા મસાલા ફ્રાય બનાવવા માટે બાફેલા કાળા ચણામાં ડુંગળી, ટામેટાં, લીલા મરચાં, કઢી પત્તા અને રાય નાખો. આ સાથે જ થોડી હળદર અને થોડા લીલા ધાણા પણ નાખો. આ એક હળવો પણ સ્વાદથી ભરપૂર નાસ્તો છે, જેને તમે ટોસ્ટ સાથે ખાઈ શકો છો અથવા રોટલીમાં પણ રોલ કરીને ખાઈ શકો છો.

 

Exit mobile version