Site icon Revoi.in

બોલીવુડના હિમેન ધર્મેન્દ્રએ પૌત્ર કરણ દેઓલનો નવો લૂક જાહેર કર્યો

Social Share

મુંબઈઃ દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્ર સોશિયલ મિડિયા પર ખૂબ સક્રિય રહે છે. ઘણીવાર તેઓ પોતાની અંગત જીંદગી સાથે જોડાયેલી માહીતી શેર કરતા જોવા મળે છે. તેઓ પોતાના અને પોતાના પરિવારના ફોટા શેર કરે છે. આજે ફરી તેમને તેમના પરિવારના ખૂબ ખાસ વ્યક્તિના નવા લુક સાથે તેમના ફેન્સને પરિચય કરાવ્યા છે. તે વ્યક્તિ કોઈં બીજી નહીં પણ ધર્મેન્દ્રનો લાડલો પૌત્ર અને અભિનેતા કરણ દેઓલ છે.

ધર્મેન્દ્રએ તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી એક ફોટો શેર કર્યો હતો. તેમા તે હસતા જોવા મળે છે. તેમનો લુક બદલાયેલો જોવા મળે છે. તેના સાથે ધર્મેન્દ્રએ કેપ્શનમાં લખ્યું છે અને પોતાના પૌત્રની હ્રદય ખોલી પ્રશંશા કરી છે. ધર્મેન્દ્રએ લખ્યું છે, ‘તમારા નવા લુક માટે લવ યૂ રોક, જીવંત રહો.’

ધર્મેન્દ્રની આ પોસ્ટ પર યૂઝર્સની રસપ્રદ કોમેન્ટ્સ આવી રહી છે. એક યુઝરે તો લખ્યું છે, ‘સુંદર ફોટો છે, પણ અમે તો તમારા લુકના ફેન છીએ. ધર્મેન્દ્ર જી’. એક બીજા યૂઝરે લખ્યું છે, ‘તમે જીવો હજારો સાલ’. અન્ય એક યૂઝરે લખ્યુ છે, ‘કરણ દેઓલની સુંદર તસ્વીર છે, તમને ખૂબ ઘણો પ્રેમ ધર્મેન્દ્ર જી’. ફેન્સની કોમેન્ટ પર જવાબ આપતા ધર્મેન્દ્રએ લખ્યું, ‘મારા તમામ પ્રિય ફેન્સ અને મિત્રો, તમને બધાને પ્રેમ… તમે ખૂબ ખુશ રહો, સ્વસ્થ રહો અને મજબૂત રહો’.