Site icon Revoi.in

બ્રિટિશ સાંસદ પ્રીતિ પટેલે બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચાર અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી

British MP Priti Patel expresses serious concern over atrocities against Hindus in Bangladesh

British MP Priti Patel expresses serious concern over atrocities against Hindus in Bangladesh

Social Share

લંડન, 9 જાન્યુઆરી, 2026 – atrocities against Hindus in Bangladesh બાંગ્લાદેશમાં રોજેરોજ હિન્દુઓ ઉપર થઈ રહેલા અત્યાચારો અને હત્યાનો મુદ્દો હવે આંતરરાષ્ટ્રીય સ્તરે ચમકી રહ્યો છે. આ સંદર્ભમાં બ્રિટિશ સાંસદ પ્રીતિ પટેલે બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચાર અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે.

રૂઢિચૂસ્ત પક્ષ (કન્ઝર્વેટિવ પાર્ટી)ના સાંસદ પ્રીતિ પટેલે આજે 9 જાન્યુઆરીએ તેમની X પોસ્ટ દ્વારા આ બાબતે ગંભીર ચિંતા વ્યક્ત કરીને જણાવ્યું કે, બાંગ્લાદેશની સ્થિતિ અતિશય ચિંતાજનક છે. ધાર્મિક સ્વતંત્રતાનું રક્ષણ થવું જોઈએ અને હિન્દુઓની હત્યાઓ બંધ થવી જોઈએ.

british mp priti patel’s letter
british mp priti patel’s letter

સાંસદ પ્રીતિ પટેલે આ સંદર્ભમાં બ્રિટિશ વિદેશ મંત્રીને એક વિસ્તૃત પત્ર પણ લખ્યો છે અને કહ્યું છે કે, યુકેની સરકારે તેના પ્રભાવનો ઉપયોગ કરીને બાંગ્લાદેશમાં સ્થિરતા લાવવી જોઈએ. તેમણે આગળ લખ્યું છે કે, બાંગ્લાદેશમાં એવા ભવિષ્યનું નિર્માણ થવું જોઈએ જ્યાં ધાર્મિક સ્વતંત્રતા હોય તથા હિન્દુઓ સલામત હોય.

આ પણ વાંચોઃ યંગ ઈન્ડિયા (Yi) ચળવળઃ પાયાનાં સેવાકાર્યોથી લઈને નેતૃત્વ વિકાસ દ્વારા વિકસિત ભારતનો સંકલ્પ

Exit mobile version