Site icon Revoi.in

કોવિડ-19ની સારવારમાં કેશલેસ દાવાની મનાઇ નહીં કરી શકે વીમા કંપની: નાણાં મંત્રી

Social Share

નવી દિલ્હી: દેશની અનેક વીમા કંપનીઓ કોવિડ-19ની સારવાર માટે કેશલેસ સુવિધા નથી આપી રહી. તેને લઇને નાણા મંત્રી નિર્મલા સીતારમણે નારાજગી વ્યક્ત કરી છે. તેમણે ભારતીય વીમા નિયામક અને વિકાસ ઓથરાઇઝેશનના ચેરમેન એસ સી ખુંટિયાને વીમા કંપનીઓ કેશલેસ ક્લેમ રદ્દ કરી રહી છે તેવી ફરિયાદો પર તાત્કાલિક કાર્યવાહી કરવાના નિર્દેશ આપ્યા છે.

નાણા મંત્રીએ ટ્વીટ મારફતે જણાવ્યું કે, વીમા કંપનીઓએ 8642 કરોડ રૂપિયાના કોવિડ સાથે સંકળાયેલા 9 લાખથી વધારે ક્લેમનો નિકાલ કર્યો છે. જો કે, કેટલીક હોસ્પિટલ કેશલેસ વીમા માટે ના પાડી રહી હોવાના રિપોર્ટ મળ્યા છે.

માર્ચ 2020માં કોવિડને વ્યાપક સ્વાસ્થ્ય વીમામાં સામેલ કરવામાં આવ્યો હતો. નાણા મંત્રીએ કહ્યું હતું કે, નિયમ અનુસાર કેશલેસ સુવિધા નેટવર્ક હોસ્પિટલોની સાથે સાથે કામચલાઉ હોસ્પિટલમાં પણ ઉપલબ્ધ છે. IRDAIએ વીમા કંપનીઓને પ્રાથમિક્તાના આધારે કોવિડના દાવાને સેટલ કરવા કહ્યું છે.

આ અંગે સંજ્ઞાન લઈને IRDAIએ કહ્યું હતું કે, એવું સ્પષ્ટ કરવામાં આવે છે કે, જે મુદ્દે વીમા કંપનીઓની હોસ્પિટલો સાથે કેશલેસ સુવિધાને લઈ વ્યવસ્થા છે તેવા નેટવર્કવાળી હોસ્પિટલ કોવિડ સહિત તમામ પ્રકારની સારવાર કેશલેસ કરવા માટે બાધ્ય છે.

(સંકેત)