Site icon Revoi.in

દિવાન હાઉસિંગે PMAY હેઠળ 14000 કરોડના નકલી લોન ખાતા ખોલ્યા હોવાનો પર્દાફાશ

Social Share

નવી દિલ્હી: સીબીઆઇએ પ્રધાન મંત્રી આવાસ યોજના સાથે સંકળાયેલા એક મોટા કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. આ કૌભાંડના પર્દાફાશ બાદ CBIએ નાણાકીય કટોકટીનો સામનો કરી રહેલા દિવાન હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડના પ્રમોટર ભાઇઓ કપિલ અને ધીરજ વાધવાન સામે કેસ દાખલ કર્યો છે.

આપને જણાવી દઇએ કે હાલમાં આ બંને ભાઇઓ સામે મનો લોન્ડરિંગ તેમજ છેતરપિંડીના કેસ ચાલી રહ્યા છે અને બંને ભાઇઓ જેલમાં છે. CBI અનુસાર કપિલ અને ધીરજ વાધવાને 14000 કરોડ રૂપિયાના નકલી હોમ લોન એકાઉન્ટ ખોલાવ્યા હતાં અને ભારત સરકાર પાસેથી 1880 રૂપિયાની વ્યાજ સબસિડીનો લાભ લીધો હતો.

ઉલ્લેખનીય છે કે તમામ માટે મકાન સુનિશ્ચિત કરતી પીએમએવાય સ્કીમ ઓક્ટોબર, 2015માં શરૂ કરવામાં આવી હતી. આ સ્કીમ હેઠળ આિર્થક રીતે નબળા વર્ગના લોકોને હોમ લોન આપવામાં આવે છે અને મધ્યમ વર્ગના લોકોને વ્યાજમાં સબસિડી આપવામાં આાવે છે.

વ્યાજમાં સબસિડીનો દાવો ડીએચએફએલ જેવી નાણાકીય સંસૃથાઓ દ્વારા કરવામાં આવે છે જે આ લોન આપે છે. સીબીઆઇના જણાવ્યા અનુસાર ડીસેમ્બર, 2018માં ડીએચએફએલએ પોતાના રોકાણકારોને જણાવ્યું હતું કે તેમણે પીએમએવાય હેઠળ 88,651 લોનની પ્રોસેસ કરી છે અને 539.4 કરોડ રૂપિયાની સબસિડી મેળવી છે.

જો કે ફોરેન્સિક ઓડિટમાં જાણવા મળ્યું હતું કે કપિલ અને ધીરજ વાધવાને 2.6 લાખ નકલી હાઉસિંગ લોન ખાતા ખોલ્યા હતાં. જે પૈકી અનેક ખાતા પીએમએવાય સ્કીમ હેઠળ ખોલવામાં આવ્યા હતાં. ડીએચએફએલની બાંદ્રા બ્રાન્ચ દ્વારા આ નકલી ખાતાઓ માટે પીએમએવાય સ્કીમ વ્યાજમાં સબસિડીનો પણ દાવો કરવામાં આવ્યો હતો.

2007થી 2019 દરમિયાન આ લોન ખાતાઓમાં 14,046 કરોડ રૂપિયાની લોન મંજૂર કરવામાં આવી હતી.

(સંકેત)