Site icon Revoi.in

નાણાં મંત્રીએ જણાવી કોરોનાનો સામનો કરવાની યોજના, વાંચો શું કહ્યું

Social Share

નવી દિલ્હી: દેશમાં કોરોના વાયરસની બીજી લહેર ખૂબ જ ખતરનાક બની રહી છે તેમ છતાં કેન્દ્ર સરકારની મોટા પાયે લોકડાઉન કરવાની કોઇ વિચારણા નથી. નાણાં મંત્રી નિર્મલા સીતારમણે વિશ્વ બેંકના અધ્યક્ષ ડેવિડ માલપાસ સાથેની વર્ચ્યુઅલ બેઠકમાં સરકાર મોટા પાયે લોકડાઉન લાગૂ નહીં કરે અને ફક્ત સ્થાનિક કન્ટેન્ટમેન્ટ દ્વારા મહામારીનો સામનો કરશે તેવી સ્પષ્ટતા કરી હતી.

નાણાં મંત્રાલયની ટ્વીટમાં લખ્યું હતું કે, ‘નાણાં મંત્રીએ વિશ્વ બેંકના પ્રમુખ સાથે મહામારીની બીજી લહેરનો સામનો કરવા માટે ભારત તરફથી ઉઠાવવામાં આવતા પગલાઓની સમીક્ષા શેર કરી. તેમાં ટેસ્ટિંગ, ટ્રીટમેન્ટ, વેક્સિનેશન સહિતની 5 સ્તંભની યોજના સામેલ છે.’

નાણા મંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે બીજી લહેર સાથે અમે સંપૂર્ણપણે સ્પષ્ટ છીએ કે, મોટા પાયે લોકડાઉન લાગૂ નહીં કરવામાં આવે. અમે અર્થતંત્રને સંપૂર્ણપણે અવરોધિત કરવા નથી માંગતા. સ્થાનિક સ્તરે દર્દીઓના આઇસોલેશન તેમજ હોમ ક્વોરેન્ટાઇન દ્વારા સ્થિતિ નિયંત્રિત કરી શકાશે. બીજી લહેરને નિયંત્રણમાં લવાશે.

(સંકેત)