Site icon Revoi.in

‘રંગ બરસે’ ગીત વિના હોળીની ઉજવણી અધુરી, બચ્ચનનું આ આઇકોનિક ગીત કેવી રીતે રચાયું જાણો…

Social Share

દરેક વ્યક્તિ રંગોના તહેવાર હોળીની આતુરતાથી રાહ જુએ છે. દરેક વ્યક્તિએ રંગોના આ પર્વ ઉપર  એકબીજા પર અબીર-ગુલાલ લગાવીને અને બોલિવૂડ ગીતો પર નાચ-ગાન કરીને ખૂબ જ મજા કરે છે. પરંતુ બોલિવૂડ એક ગીત વગાડ્યા વિના હોળીનો તહેવાર નિસ્તેજ લાગે છે. આ ગીત અમિતાભ બચ્ચનની આઇકોનિક ફિલ્મ ‘સિલસિલા’નું ‘રંગ બરસે’ ગીત છે. જ્યારે આ ગીત હોળી પર વગાડવામાં આવે છે, ત્યારે દરેકના પગ આપોઆપ થિરકવા લાગે છે. આ ગીતનો જાદુ વર્ષો સુધી અકબંધ રહ્યો છે. પરંતુ શું તમે જાણો છો કે આ ક્લાસિક ગીત પાછળની વાર્તા શું છે?

યશ ચોપરાની શાનદાર રોમેન્ટિક ડ્રામા ફિલ્મ ‘સિલસિલા’ 1981માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મનું ખૂબ જ લોકપ્રિય ગીત ‘રંગ બરસે’ અમિતાભ બચ્ચન, રેખા, સંજીવ કુમાર અને જયા બચ્ચન પર ફિલ્માવવામાં આવ્યું હતું. આ 6 મિનિટ 6 સેકન્ડનું આઇકોનિક ગીત અમિતાભ બચ્ચને પોતે ગાયું હતું અને તેના પિતા હરિવંશ રાય બચ્ચને તેના ગીત લખ્યું હતું. યશ ચોપરા દ્વારા નિર્દેશિત આ ગીતના સંગીતકાર શિવ-હરિ હતા. ‘રંગ બરસે’નું નિર્માણ કેવી રીતે થયું તેની પાછળ એક રસપ્રદ વાર્તા છે, જે ફિલ્મ સમીક્ષક જયપ્રકાશ ચોકસીએ એક ઈન્ટરવ્યુહમાં અગાઉ કહી હતી.

તેણે ખુલાસો કર્યો હતો કે, જ્યારે આરકે સ્ટુડિયોમાં ભવ્ય હોળી પાર્ટી થતી હતી ત્યારે ફિલ્મ ઈન્ડસ્ટ્રીના તમામ સ્ટાર્સ આ પાર્ટીમાં આવતા હતા. આ દરમિયાન આ કલાકારોએ પણ પોતાની પ્રતિભા રજૂ કરતા હતા. એકવાર બોલિવૂડના શહેનશાહ એટલે કે અમિતાભ બચ્ચન પણ રાજ કપૂરની પ્રખ્યાત હોળી પાર્ટીમાં સામેલ થયા હતા. તે સમયે અમિતાભની કારકિર્દીનો ગ્રાફ ખૂબ જ ખરાબ હતો, તેમની 9 ફિલ્મો ફ્લોપ થઈ ગઈ હતી. પાર્ટીમાં રાજ કપૂરે અમિતાભને કહ્યું હતું કે, ‘આજે તમારી ટેલેન્ટ બતાવો અને ધમાકો કરો.’ આના પર અમિતાભે પાર્ટીમાં પોતાના પિતા પાસેથી નાનપણથી સાંભળેલું રંગ બરસે ગીત વગાડ્યું અને પછી શું,  અમિતાભના અવાજનો જાદુ, યશ ચોપરા પર કામ કરી ગયો. આ પછી યશ ચોપરાએ અમિતાભને ‘સિલસિલા’માં કાસ્ટ કર્યા અને અભિનેતાના પિતા હરિવંશ રાય પાસે ‘રંગ બરસે’ના ગીત લખાવ્યું હતું. આ પછી અમિતાભે આ આઇકોનિક ગીત ફિલ્મમાં પોતાના અવાજમાં ગાયું હતું. ફિલ્મ ફ્લોપ રહી પણ આ ગીત અમર બની ગયું.

રંગ બરસે ગીત રિયલમાં મીરાના પરંપરાગત ભજન પર આધારિત હતું. ભલે ગીત કવિ હરિવંશરાય બચ્ચનનું હતું અને સંગીત શિવ-હરિએ રચ્યું હતું. પણ મૂળ ભજન, “રંગ બરસે ઓ મીરા, ભવન મેં રંગ બરસે/ કુન એ મીરા તેરો મંદિર ચિન્યો, કુન ચિન્યો તેરો દેવરો/ રંગ બરસે ઓ મીરા ભવન મેં રંગ બરસે.” સિલસિલા ફિલ્મમાં આ ગીતને સ્ક્રિપ્ટને અનુરૂપ બદલવામાં આવ્યું હતું, પરંતુ પેઢી દર પેઢી લોકોમાં મીરાનું ભજન લોકપ્રિય રહ્યું છે.