Site icon Revoi.in

ખાદી અને ગ્રામોદ્યોગ આયોગના અધ્યક્ષે વિવિધ સંસ્થાઓ અને કારિગરો સાથે સંવાદ કર્યો

Social Share

અમદાવાદઃ ગુજરાત સહિત સમગ્ર દેશમાં છેલ્લા કેટલાક વર્ષોમાં ખાદીનો વપરાશ વધ્યો છે. દરમિયાન ખાદી અને ગ્રામોદ્યોગ આયોગના અધ્યક્ષે ગુજરાતની મુલાકાત લઈને ખાદીના એક કાર્યક્રમમાં હાજરી આપી હતી. તેમજ વિવિધ સંસ્થાઓ અને કારીગરો સાથે ખાદી અંગે સંવાદ કર્યો હતો.

ખાદી અને ગ્રામોદ્યોગ આયોગ-ભારત સરકારના અધ્યક્ષ મનોજકુમારે ગુજરાતની મુલાકાત લીધી હતી. આ દરમિયાન કોચરબ આશ્રમ, પાલડી, અમદાવાદમાં ખાદી સંસ્થાઓ સાથે ખાદી સંવાદ બેઠક કરી હતી, એનઆઈએફટી-ગાંધીનગરમાં ખાદીના પેશન શોમાં પણ હાજરી આપી હતી. સુરેન્દ્રનગર, ગોંડલ અને રાજકોટમાં પણ ખાદી સંસ્થાઓ અને કારીગરો સાથે ખાદી સંવાદ યોજ્યો હતો.

ખાદી ક્ષેત્રે પડી રહેલી મુશ્કેલીઓનું કેવી રીતે નિવારણ કરી શકાય, ખાદી ક્ષેત્ર દ્વારા જે નોંધપાત્ર રેકોર્ડ વેચાણ અને કાર્ય થઈ રહ્યા છે, તેમાં કેવી રીતે વૃદ્ધિ કરી શકાય તે દરેક વિષયોની વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. ગુજરાતની સંસ્થાઓ દ્વારા માનનીય અધ્યક્ષનો ખાદી સંવાદ પ્રેરણાદાયક ગણાવાયો હતો.