1. Home
  2. Tag "Samvad"

દેશી મેસેજિંગ એપ સંવાદ ટૂંક સમયમાં લોન્ચ થશે, DRDOએ લીલી ઝંડી આપી

નવી દિલ્હીઃ  દેશમાં હાલ સ્વદેશી મલ્ટીમીડિયા મેસેજિંગ એપ સંવાદ 2021માં ચર્ચામાં આવી હતી. તે દરમિયાન ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલય તરફથી મળેલી માહિતીમાં કહેવામાં આવ્યું છે કે ભારતમાં WhatsApp જેવી બે મેસેજિંગ એપનું બીટા ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. તેમાંથી એક એપનું નામ હતું Samvad અને બીજીનું નામ Sandes. હવે સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (DRDO) […]

અગ્રણી મહિલા સ્ટાર્ટ-અપ્સ અને યુનિકોર્ન સાથે રાષ્ટ્રપતિજીએ કર્યો સંવાદ

નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રોપદી મુર્મૂએ આજે રાષ્ટ્રપતિ ભવનમાં અગ્રણી સ્ટાર્ટ-અપ્સ અને યુનિકોર્નના સ્થાપકો અને સહ-સ્થાપક મહિલાઓનાં જૂથ સાથે વાતચીત કરી હતી. આ બેઠક “ધ પ્રેસિડેન્ટ વિથ ધ પીપલ” પહેલ હેઠળ યોજાઈ હતી, જેનો હેતુ લોકો સાથે ઊંડો સંપર્ક સ્થાપિત કરવાનો અને તેમના યોગદાનને માન્યતા આપવાનો છે. મહિલા ઉદ્યમીઓ સાથે વાતચીત દરમિયાન રાષ્ટ્રપતિએ કહ્યું કે […]

મુખ્યમંત્રીએ વિડિયો કોન્ફરન્સથી ‘વિકસિત ભારત યાત્રા’ના કર્મચારીઓ સાથે કર્યો સંવાદ

ગાંધીનગરઃ મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે અધિકારીઓ, પ્રજાજનો અને ચૂંટાયેલા જનપ્રતિનિધિઓના ત્રિવેણી સંગમના સહયોગથી વિકસિત ભારત સંકલ્પ યાત્રાને જ્વલંત સફળતા મળી છે તેવો સ્પષ્ટ મત વ્યક્ત કર્યો છે. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીએ નાનામાં નાના અને છેવાડાના માનવી સુધી સરકારની કલ્યાણ યોજનાઓના લાભ ઘેરબેઠા પહોંચાડવાની પ્રતિબદ્ધતા સાથેનો મોદીજીની ગેરંટીનો રથ ગામેગામ વ્યાપક જનપ્રતિસાદ મેળવી […]

પાકિસ્તાનમાં સરકાર કોની?, શરીફ ભારત સાથે સંવાદ કરવા તૈયાર, ત્યારે હિના રબ્બાની ખારે કર્યો ઈન્કાર

નવી દિલ્હીઃ પાકિસ્તાનના વિદેશ રાજ્ય મંત્રી હિના રબ્બાની ખારે હાલમાં જ એક ઈન્ટરવ્યુમાં કહ્યું કે, જ્યાં સુધી ભારત જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 પુનઃસ્થાપિત નહીં કરે ત્યાં સુધી અમે તેમની સાથે કોઈપણ મુદ્દા પર વાત કરી શકીએ નહીં.તાજેતરમાં જ પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે ભારત સાથે વાત કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. બીજી તરફ તેમના મંત્રીનું આ પ્રકારનું […]

રાહુલ ગાંધીએ બ્રિટેનમાં વિદ્યાર્થીઓ સાથે સંવાદમાં મોદી સરકારની ઉજ્જવલા અને જન ધન યોજનાની પ્રશંસા કરી

નવી દિલ્હીઃ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી બ્રિટેનના પ્રવાસે છે રાહુલ ગાંધીએ કેમ્બ્રિજ યુનિવર્સિટીની બિઝનેશ સ્કુલના વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો. આ દરમિયાન રાહુલ ગાંધીએ મોદી સરકાર ઉપર આકરા પ્રહાર કર્યાં હતા. તેમજ સરકાર લોકતાંત્રિક સંસ્થોને કમજોર બનાવી રહી હોવાનો આક્ષેપ કર્યો હતો. રાહુલ ગાંધીને મોદી સરકારની સારી નીતિઓ બાબતે પૂછવામાં આવ્યું હતું. દરમિયાન તેમણે  ઉજ્જવલા […]

વિજ્ઞાન અને ટેકનોલોજી સાથે આધ્યાત્મિક શક્તિ જોડાય ત્યારે વિકાસના નવા પરિણામો સર્જાય: CM

ગાંધીનગરઃ મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે રામકૃષ્ણ મિશનના સંન્યાસીઓની ગુજરાત તીર્થયાત્રાના સહભાગી સંન્યાસીએ સાથે ગાંધીનગરના અડાલજ ત્રિમંદિર ખાતે સીધો સંવાદ કરતા જણાવ્યું હતું કે, વિજ્ઞાન અને ટેકનોલોજી સાથે આધ્યાત્મિકતા અને ધર્મનું અનુશાસન જોડાય છે ત્યારે વિકાસના નવા પરિણામો સર્જાય છે. રામકૃષ્ણ મિશન-રાજકોટ દ્વારા દેશ અને વિદેશના 125 સંન્યાસીઓની ગુજરાત તીર્થયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ તીર્થયાત્રા ગુરૂવારે […]

ગાંધીનગરમાં મુખ્યમંત્રીએ સરકારના વર્ગ 4ના કર્મચારીઓ સાથે સ્નેહ ભોજન લઈને સંવાદ કર્યો

ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પોતાના સાલસ અને સરળ-સહજ વ્યક્તિત્વ તથા દરેકને પોતીકાપણાના ભાવથી હળવા-મળવાની આગવી લાક્ષણિકતાથી ‘‘સૌના ભૂપેન્દ્રભાઇ’’ બની રહ્યા છે. મુખ્યમંત્રીની આવી જ નિખાલસતાનો સુખદ અને આગવો પરિચય રાજ્ય સરકારના પાયાના સ્તરના કર્મયોગી એવા વર્ગ-4ના સેવકોને ગાંધીનગરમાં થયો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સચિવાલયના વર્ગ-4ના કર્મયોગીઓને પોતાના નિવાસસ્થાને આમંત્રીત કરીને તેમની સાથે સહજ સંવાદનો સેતુ […]

રાષ્ટ્રીય બાળ પુરસ્કાર વિજેતાઓ સાથે મંગળવારે પીએમ મોદી કરશે સંવાદ

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 24મી જાન્યુઆરીના રોજ મંગળવારે સાંજે 4 વાગ્યે તેમના નિવાસસ્થાન, 7 LKM ખાતે રાષ્ટ્રીય બાલ પુરસ્કાર (PMRBP) વિજેતાઓ સાથે વાર્તાલાપ કરશે. ભારત સરકાર બાળકોને ઈનોવેશન, સોશિયલ સર્વિસ, સ્કોલેસ્ટિક, સ્પોર્ટ્સ, આર્ટ એન્ડ કલ્ચર અને બહાદુરી એમ છ કેટેગરીમાં તેમની અસાધારણ સિદ્ધિ બદલ પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાલ પુરસ્કાર એનાયત કરી રહી છે. દરેક પુરસ્કાર […]

ખાદી અને ગ્રામોદ્યોગ આયોગના અધ્યક્ષે વિવિધ સંસ્થાઓ અને કારિગરો સાથે સંવાદ કર્યો

અમદાવાદઃ ગુજરાત સહિત સમગ્ર દેશમાં છેલ્લા કેટલાક વર્ષોમાં ખાદીનો વપરાશ વધ્યો છે. દરમિયાન ખાદી અને ગ્રામોદ્યોગ આયોગના અધ્યક્ષે ગુજરાતની મુલાકાત લઈને ખાદીના એક કાર્યક્રમમાં હાજરી આપી હતી. તેમજ વિવિધ સંસ્થાઓ અને કારીગરો સાથે ખાદી અંગે સંવાદ કર્યો હતો. ખાદી અને ગ્રામોદ્યોગ આયોગ-ભારત સરકારના અધ્યક્ષ મનોજકુમારે ગુજરાતની મુલાકાત લીધી હતી. આ દરમિયાન કોચરબ આશ્રમ, પાલડી, અમદાવાદમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code