Site icon Revoi.in

છત્તીસગઢઃ સુરક્ષા એજન્સીઓ અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ, 12 ઉગ્રવાદી ઠાર મરાયાં

Social Share

નવી દિલ્હીઃ દેશમાં લોકસભાનો માહોલ જામ્યો છે, બીજી તરફ સુરક્ષા એજન્સીઓએ આતંકવાદીઓ અને નક્સલવાદીઓને ઝડપી લેવા માટે અભિયાન વધારે તેજ બનાવ્યું છે. દરમિયાન છત્તીસગઢના છોડે બેઠિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં નક્સવાદીઓને ઝડપી લેવા માટે સ્થળ પર પહોંચેલી સીરક્ષા દળોની ટીમ ઉપર ગોળીબાર થયો હતો. જેથી સુરક્ષા દળોએ પણ ગોળીબાર કર્યો હતો. નક્સવાદીઓ અને સુરક્ષા વચ્ચે થયેલી આ અથડામણમાં 12થી વધારે સુરક્ષા જવાનોના મૃત્યુ પામ્યાં હતા. જ્યારે બે જવાનો ઈજાગ્રસ્ત થયા હતા.

એસપી કલ્યાણ એલિસેલાએ જણાવ્યું હતું કે, કાંકેરમાં સુરક્ષાદળો અને નક્સલવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. આ એન્કાઉન્ટરમાં એક ડઝન નક્સલવાદીઓ માર્યા ગયા હતા. બે જવાનો ઘાયલ થયા હોવાની માહિતી મળી રહી છે. છોટે બેઠિયા પોલીસ સ્ટેશન વિસ્તારના માડ વિસ્તારમાં એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. ઘાયલ સૈનિકોને જંગલમાંથી બચાવવા માટે વધારાના દળો રવાના કરવામાં આવ્યા છે.  નક્સલ વિરોધી ઓપરેશન માટે નીકળેલા જવાનો સાથે નક્સલવાદીઓનું એન્કાઉન્ટર થયું હતું. એન્કાઉન્ટર હજુ ચાલુ છે, આ એન્કાઉન્ટરમાં બે જવાન ઘાયલ થયા છે. કાંકેરના એસપી આઈકે અલીસેલાએ એન્કાઉન્ટરની પુષ્ટિ કરી છે. ઈજાગ્રસ્ત જવાનોને સારવાર અર્થે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતા. તેમજ સુરક્ષા જવાનોએ સમગ્ર વિસ્તારમાં અન્ય નકસલવાદીઓને ઝડપી લેવા માટે સર્ચ અભિયાન શરૂ કર્યું હોવાનું જાણવા મળે છે.