Site icon Revoi.in

બાળકોમાં ડીહાઈડ્રેશનના લક્ષણો ઓળખો: પાણીની કમી બની શકે છે ગંભીર

Social Share

બાળકોના યોગ્ય શારીરિક વિકાસ અને સારા સ્વાસ્થ્ય માટે શરીરમાં પાણીનું યોગ્ય પ્રમાણ જાળવી રાખવું અત્યંત જરૂરી છે. નાના બાળકોના શરીરમાં પાણીનું પ્રમાણ વધુ હોય છે, જેથી ગરમી, તાવ, ઉલટી કે ઝાડા થવાની સ્થિતિમાં તેમનામાં ‘ડીહાઈડ્રેશન’ (પાણીની કમી) થવાનું જોખમ ખૂબ ઝડપથી વધી જાય છે. સમયસર ધ્યાન આપવામાં ન આવે તો બાળકની તબિયત લથડી શકે છે અને હોસ્પિટલમાં દાખલ થવાની નોબત આવી શકે છે.

બાળકોમાં ડીહાઈડ્રેશનના મુખ્ય લક્ષણો (AAP અનુસાર)

અમેરિકન એકેડેમી ઓફ પીડિયાટ્રિક્સ અનુસાર, વાલીઓએ નીચે મુજબના લક્ષણો દેખાય તો સાવધાન થઈ જવું જોઈએ:

ડીહાઈડ્રેશન થાય ત્યારે વાલીઓએ શું કરવું?

ઓઆરએસ (ORS) અને પ્રવાહી: જો હળવા લક્ષણો હોય તો બાળકને દર થોડી મિનિટે ચમચી-ચમચી કરીને ORS (ઓરલ રીહાઈડ્રેશન સોલ્યુશન) અથવા સ્વચ્છ પાણી આપતા રહો.

સ્તનપાન ચાલુ રાખવું: નાનું શિશુ હોય તો માતાનું દૂધ આપવાનું સતત ચાલુ રાખવું.

એકસાથે પાણી ન આપવું: બાળકને એકસાથે વધુ પ્રમાણમાં પાણી આપવાને બદલે થોડી-થોડી વારે આપવું વધુ હિતાવહ છે.

ક્યારે તાત્કાલિક ડૉક્ટરનો સંપર્ક કરવો?

જો બાળક ખૂબ જ સુસ્ત થઈ જાય, વારંવાર ઉલટી કરતું હોય, પાણી કે ORS પણ પેટમાં ન ટકતું હોય, અથવા ૬ થી ૮ કલાક સુધી પેશાબ ન કર્યો હોય, તો વિલંબ કર્યા વગર તુરંત જ પીડિયાટ્રિશિયન (બાળ રોગ નિષ્ણાત)નો સંપર્ક કરવો જોઈએ.

Exit mobile version