Site icon Revoi.in

ન્યૂઝ જે છે ખાસ : ચીનની અકળામણ, ઈરાન-માલદીવમાં ચાલબાજી, પાકિસ્તાનની પળોજણ, મસ્કે ક્યાં મુદ્દે આપ્યું ભારતને સમર્થન

Social Share

ભારત અને ચીન વચ્ચે 2020થી ચાલી રહેલા સૈન્ય અને કૂટનીતિક તણાવ વચ્ચે નવો ફણગો ફૂટયો છે. તાઈવાનની નવી સરકારે ભારતને શુભેચ્છા પાઠવી છે. આને લઈને ચીનના પેટમાં નિશ્ચિતપણે તેલ રેડાવાનું છે. ન્યૂઝ એજન્સી ફોકસ તાઈવનના અહેવાલ મુજબ, તાઈવાનમાં ભારતના પ્રતિનિધિ મનહરસિંહ લક્ષ્મણભાઈ યાદવે નવનિર્વાચિત નેતાઓને અભિનંદન આપ્યા છે. ન્યૂઝ એજન્સી એએનઆઈના અહેવાલ મુજબ, તાઈપેમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી માટે આયોજીત કાર્યક્રમને સંબોધિત કરતા તેમમે તાઈવાનની લોકશાહી પ્રક્રિયાની સફળતા સુનિશ્ચિત કરવા માટે અથાક પ્રયત્નો કરનારાઓને શુભેચ્છા આપી છે. ભારત-તાઈપે એસોસિએશનના મહાનિદેશકે પણ તાઈવાનના નવનિર્વાચિત નેતઓને અભિનંદન આપ્યા છે. આઈટીએ તાઈવાનમાં ભારતીય હિતોનું પ્રતિનિધિત્વ કરે છે. મહત્વપૂર્ણ છે કે ચીન, તાઈવાનને પોતાનું ક્ષેત્ર ગણાવે છે અને જરૂરિયાત પડે બળપ્રયગો કરીને તેના પર નિયંત્રણ કરવાનો દાવો પણ કરે છે. વન ચાઈના પોલિસીની પોતાની વાત મનાવડાવા માટે ચીન હંમેશા દબાણની નીતિ અખત્યાર કરે છે. પરંતુ તાઈવાનની નવી સરકારને ભારત તરફથી આપવામાં આવેલી શુભેચ્છા ચીનને ખૂંચશે. મહત્વપૂર્ણ છે કે તાઈવાના રાષ્ટ્રપ્રમુખપદની ચૂંટણીમાં જીત બદલ લાઈ ચિંગ તેને ફિલિપિન્સના રાષ્ટ્રપ્રમુખ ફર્નિનાંડો માર્કોસ જૂનિયરે શુભેચ્છા પાઢવી તો ચીને આકરો વાંધો વ્યક્ત કર્યો હતો.

ઈરાન અને પાકિસ્તાન વચ્ચેના ઝઘડાનો ચીન ફાયદો ઉઠાવી રહ્યું છે. આનો ફાયદો ઉઠાવીને ચીને પોતાનું કદ વધારવાનું કામ કર્યું છે. ચીને દાવો કર્ય છે કે તેની મધ્યસ્થતાને કારણે તણાવ આગળ વધ્યો નથી અને તે બંનેના સંપર્કમાં છે. હવે ચીન બંને દેશો વચ્ચે સુલેહ કરાવીને પોતાનું કદ વધારશે. ઈરાને પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં જૈશ અલ અદલ નામના આતંકી જૂથના ઠેકાણાને ધ્વસ્ત કર્યું હતું. તેના પછી પાકિસ્તાને ઈરાન પર હુમલો કર્યો અને બંને દેશોએ પોતાના રાજદૂતો પાછા બોલાવી લીધા હતા. પરંતુ એક સપ્તાહમાં બંને દેશો વચ્ચેની તસવીર બદલાય છે અને ઈસ્લામિક એકતાની દુહાઈ આપીને જંગ આગળ નહીં વધારવાની વાત થઈ રહી છે. ઈરાનના વિદેશ મંત્રી હુસૈન આમિર અબ્દુલ્લાહિયાન 29 જાન્યુઆરીએ પાકિસ્તાનની મુલાકાત લેવાના છે. તો 26 જાન્યુઆરી બાદથી બંને દેશોના રાજદૂતો પણ કામકાજ શરૂ કરવાના છે. ચીને આની પાછળ પોતાની મધ્યસ્થતાને જવાબદાર ગણાવી છે. ઈરાન અને પાકિસ્તાન સાથે સંપર્કનો દાવો કરીને મતભેદ ખતમ કરવામાં સફળતાનો દાવો પણ કર્યો છે. ચીનના ઉપ વિદેશ મંત્રી સુન વેઈડોંગ મધ્યસ્થતા મિશન પર પાકિસ્તાનના પ્રવાસે પ હતા. ચીને આ પહેલા ઈરાન અને સાઉદી અરેબિયા વચ્ચે પણ એકતાની ભૂમિકા અદાલ કરી હતી. ઈરાન સાથે ભારતના પણ સારા સંબંધો છે. ઈરાન-ભારત વ્યૂહાત્મક લોકેશન પર આવેલા ચાબહાર પોર્ટ પર કામ કરી રહ્યા છે. તેવામાં ચીનની ઈસ્લામિક વિશ્વમાં દખલગીરી અને ઈરાન સાથેની નિકટતા ભારતને સતર્ક કરનારી છે.

. માલદીવના મોઈજ્જૂ હવે ચીનના ઈશારે કરી રહ્યા છે ડાન્સ

ભારતની સાથે ડીલ રદ્દ કરીને માલદીવે ચીન સાથે હાથ મિલાવ્યો છે. તેની સાથે જ ચીનના જાસૂસી જહાજ શિયાંગ યાંગ હોંગ 03ની હિંદ મહાસાગરમાં એન્ટ્રી થઈ છે  અને માલદીવની રાજધાની માલે ખાતે 30 જાન્યુઆરીએ તે પહોંચશે. માલદીવ અને ચીન સાથે મળીને હિંદ મહાસાગરમાં સર્વેનું કામ કરવાના છે. આ કામગીરી લક્ષદ્વીપની નજીક થવાની છે. માલદીવના રાષ્ટ્રપ્રમુખ મોહમ્મદ મોઈજ્જૂએ આખા મામલામાં મૌન સેવ્યું છે. ચીનના રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગ સાથે મુલાકાત બાદ મોઈજ્જૂએ બંને દેશોના રણનીતિક સંબંધોને લઈને કરારો કર્યા છે. આ સિવાય માલદીવ તરફથી ભારતના સૈનિકોને હટાવવા માટેનું 15 માર્ચ સુધીનું અલ્ટીમેટમ પણ આપવામાં આવ્યું છે.

.  રામમંદિર પ્રાણપ્રતિષ્ઠાથી પાકિસ્તાનને ઉપડયું વેણ

અયોધ્યામાં રામમંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવને કારણે ભારત અને વિદેશોમાં આનંદ-ઉત્સાહનો માહોલ છે. પરંતુ કંગાળિયતના ઉંબરેથી પણ પાકિસ્તાન ભારત વિરોધી માનસિકતા છોડવા તૈયાર નથી. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે વાંધો વ્યક્ત કરતા કહ્યું છે કે ગત 31 વર્ષોના વિવાદને કારણે આજનો રામમંદિર સમારંભ થયો, આ ભારતમાં વધતા બહુમતીવાતનો સંકેત છે. આ ભારતીય મુસ્લિમોને સામાજીક, આર્થિક અને રાજકીય સ્તર પર હાંસિયામાં ધકેલવાનો પ્રયાસ છે. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે આને ભારતની લોકશાહી પર એક કલંક ગણાવીને કહ્યું છે કે ખાસ કરીને વારાણસીની જ્ઞાનવાપી મસ્જિદ અને મથુરામાં શાહી ઈદગાહ મસ્જિદ સહીત ઘણી મસ્જિદોની યાદી વધી રહી છે, જે વિનાશની અણિએ છે.

.  ટેસ્લાના સીઈઓ એલન મસ્કે યુએનએસસીની પરમેનન્ટ મેમ્બરશીપ માટે ભારતનું કર્યું સમર્થન

ટેસ્લાના સીઈઓ એલન મસ્કે યુનાઈટેડ નેશન્સ સિક્યુરિટી કાઉન્સિલના કાયમી સભ્યપદ માટે ભારતનું સમર્થન કર્યું છે. મસ્કે કહ્યુ છે કે કેટલાક દેશો પાસે વધુ શક્તિ છે અને તેઓ તેને છોડવા માંગતા નથી. મસ્કનો ઈશારો યુએનએસસીના કાયમી સભ્ય દેશો અમેરિકા, રશિયા, ચીન, બ્રિટન અને ફ્રાંસ તરફ છે.