Site icon Revoi.in

છત્તીસગઢના બીજાપુરમાં નક્સલીયો અને સેના વચ્ચે અથડામણ

Social Share

દિલ્હીઃ ભારત સરકાર દ્વારા આતંકવાદી અને નકસ્લીયો સામે અભિયાન શરૂ કર્યું છે. દરમિયાન છત્તીસગઢના બીજાપુરમાં નક્સલીયો અને સેનાના જવાનો વચ્ચે અથડામણ થઈ હતી. આ અથડામણમાં સીઆરપીએફ અને ડીઆરબીના પાંચ જવાનો શહીદ થયાં હોવાનું જાણવા મળે છે. જ્યારે એક નક્સલીને ઠાર મારવામાં આવ્યો હોવાનું સુત્રોએ જણાવ્યું હતું. DRGના જવાન એક ઑપરેશનથી પરત ફરી રહ્યા હતા ત્યારે તેમના વાહનને નક્સલીઓએ નિશાન બનાવ્યા હતા.

છત્તીસગઢના ઉચ્ચ પોલીસ અધિકારી મોહિત ગર્ગે જણાવ્યું હતું કે, નક્સલીયોને જવાનોની બસ પર હુમલો કર્યો હતો. આ બનાવમાં ઇજાગ્રસ્ત જવાનોના રેસ્ક્યૂ માટે 2 MI 17 હેલિકૉપ્ટર બીજાપુર મોકલાયા છે. અથડામણમાં સેનાના 5 જવાન શહીદ થઇ ગયા છે. ત્યારે કેટલાક અન્ય ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. ઑપરેશનમાં કેટલાક નક્સલીઓ પણ માર્યા ગયાની શક્યતા છે.

છત્તીસગઢના બીજાપુરમાં 200 જેટલા નક્સલીયોએ જવાનો ઉપર હુમલો કર્યો હોવાનું જાણવા મળે છે. જેમાં ત્રણેક જવાનો ગંભીર રીતે ઘાયલ થયાં છે. આ બનાવને પગલે સીઆરપીએફ અને ડીઆરજીની અન્ય ટીમો સ્થળ પર દોડી ગઈ છે. અત્રે લ્લેખનીય છે કે,  ગત મહિને માર્ચમાં નક્સલીયોએ જવાનો ભરેલી બસને IED બ્લાસ્ટથી ઉડાવી દીધી હતી. જેમાં 5 જવાન શહિદ થઇ ગયા હતા. જવાનોની બસ પર આ હુમલો નારાયણપુરમાં થયો હતો.