Site icon Revoi.in

વૃદ્ધાઅવસ્થા પહેલા જ ફરવાના શોખ પુરા કરી લો, પાછળથી પછતાવાનો વારે ના આવે

Social Share

ટ્રાવેલ લવર્સને દુનિયાભરમાં ફરવાના શોખીન હોય છે. પ્રવાસીઓને નવા સ્થાનો શોધવા અને નવી સંસ્કૃતિઓ જોવામાં અને નવા ખોરાક ખાવામાં અને એક્ટેવિટી માણવામાં વધારે રસ હોય છે.

ઋષિકેશમાં રિવર રાફ્ટિંગ: ઋષિકેશમાં રિવર રાફ્ટિંગ માટે જઈ શકો છો. દોસ્તો સાથે આ એક્ટિવિટીનો આનંદ અલગ હોય છે. હરિદ્વારમાં ગંગા સ્નાન અને વારાણસીમાં ગંગા આરતી કરી શકો છો.

મથુરાની હોળી દુનિયાભરમાં પ્રખ્યાત છે. તમે અહીં હોળી પર દોસ્તો સાથે કે પરિવાર સાથે જરૂર જવું જોઈએ.

જેસલમેરમાં ડેઝર્ટ સફારી: તમે ભારતમાં રહો છો અને ડેઝર્ટ સફારીનો આનંદ લેવા માગો છો તો જેસલમેર શ્રેષ્ઠ છે.

પુરીમાં રથયાત્રા: પુરીમાં રથયાત્રા જોવા લોકો દૂર દૂરથી આવે છે. તમારે પણ આ સ્થળની મુલાકાત લેવી જોઈએ.

દ્વારકામાં સ્કુબા ડાઈવિંગ: તમારે સ્વચ્છ પાણીની અંદર જઈને સમુદ્રી જીવોને જોવાની ઈચ્છા હોય તો આ જગ્યાની જરૂર મુલાકાત લો.