Site icon Revoi.in

ગુજરાતમાં કોંગ્રેસ નામશેષ થઈ, ભાજપનો સેવાયજ્ઞ ચાલુ રહેશે : સી.આર.પાટીલ

Social Share

અમદાવાદઃ છ કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાયો છે. જ્યારે કોંગ્રેસને પરાજયનો સામનો કરવો પડ્યો છે. દરમિયાન ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટિલે જીતેલા ઉમેદવારોને શુભકામના પાઠવી હતી. તેમજ છ કોર્પોરેશનની જનતાનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમજ ગુજરાતમાં હવે કોંગ્રેસ નામશેષ થઈ ગઈ હોવાનું સી.આર.પાટિલે જણાવ્યું હતું.

ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે જણાવ્યું હતું કે, નરેન્દ્ર મોદીના આગેવાનીમાં ગુજરાતમાં શરૂ થયેલી વિકાસયાત્રા મુખ્યમંત્રી વિજય રૂપાણીની આગેવાનીમાં આગળ વધી છે. છ કોર્પોરેશનની જનતાએ વિકાસને ફરી એકવાર ભાજપ ઉપર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. ભાજપનો સેવા યજ્ઞ હજુ ચાલુ રહેશે. બીજી તરફ કોંગ્રેસના સુપડા સાફ થઈ ગયા છે. ભાજપની ભવ્ય જીત એક તમામ કાર્યકરોની મહેનતનું પરિણામ છે. સી.આર.પાટીલે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ઉપર પ્રહાર કર્યાં હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે, સુરત કોર્પોરેશનની ચૂંટણીમાં કોંગ્રેસનો એક પણ ઉમેદવાર જીત્યો નથી. બીજી તરફ ભાજપે ફરી એકવાર સત્તા હાસંલ કરી છે. જો કે, બીજી મોટી પાર્ટી તરીકે સુરતમાં આમ આદમી પાર્ટી ઉભરી આવી છે. આ અંગે અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટીના નેતાઓએ સુરતની જનતાનો આભાર વ્યક્ત કર્યો છે.