Site icon Revoi.in

કૉંગ્રેસના નેતાએ પીએમ મોદીના માથાને લઈને આપ્યું વિવાદીત નિવેદન, અમિત માલવીયે શેયર કર્યો વીડિયો

Social Share

નવી દિલ્હી: છત્તીસગઢના વરિષ્ઠ કૉંગ્રેસના નેતા ડૉક્ટર ચરણદાસ મહંતે પીએમ મોદીને લઈને વિવાદીત ટીપ્પણી કરી છે. તેમણે પીએમ મોદીના માથાને લઈને એક જાહેરસભામાં એવી વાત કરી દીધી, કે તેના પછી ભાજપે તેમના પર આક્રમક વલણ અખત્યાર કર્યું છે.

કોંગ્રેસના નેતા એક જાહેરસભાને સંબોધિત કરી રહ્યા હતા, તે દરમિયાન તેઓ કહેવા લાગ્યા કે પીએમ મોદીના મુકાબલામાં કેવા નેતા હોવા જોઈએ. તેમણે કહ્યુ છે કે પીએમ મોદીની સામે કો નેતા ઉભા રહી શકે છે, તો તે માત્ર તમારા સાંસદ જ ઉભા રહી શકે છે.

ભાજપના આઈટી સેલના ચીફ અમિત  માલવીયે કોંગ્રેસના નેતાનો વીડિયો શેયર કરતા કહ્યુ છે કે કોંગ્રેસ હતાશ થઈ રહી છે અને લોકોના જનાદેસ જીતવામાં અસમર્થ છે. તેમના નેતા હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિરુદ્ધ હિંસાની તરફદારી કરી રહ્યા છે. તાજેતરનો મામલો છત્તીસગઢના પ્રભાવશાળી કોંગ્રેસી નેતા ડૉ. ચરણદાસ મહંત સાથે જોડાયેલો છે, જે સ્પીકર, સાંસદ, કેન્દ્રીય મંત્રી અને ગૃહ મંત્રી રહી ચુક્યા છે.

અમિત માલવીયે કહ્યુ છે કે ચરણદાસ, સોશયલ મીડિયા પર રાહુલ ગાંધીની સાથે પોતાની નિકટતાનું પ્રદર્શન કરે છે અને વડાપ્રધાનના માથા પર હુમલો કરવાની હાકલ કરી છે.

મહત્વપૂર્ણ છે કે લોકસભા ચૂંટણી નજીક છે. તેવામાં નિવેદનબાજીનો તબક્કો શરૂ થઈ ચુક્યો છે. મંગળવારે દિલ્હી સરકારમાં મંત્રી આતિશીએ પણ ભાજપ પર આરોપ લગાવ્યા હતા. મંગળવારે આતિશીએ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કહ્યું હતું કે ભાજપ એક નિકટવર્તીના માધ્યમથી તેમના પર પાર્ટીમાં સામેલ થવાનું દબાણ કરી રહ્યું છે. આ મામલામાં ભાજપે તેમને માનહાનિના મામલે નોટિસ પણ મોકલી છે.