Site icon Revoi.in

કેટલીક આરોગ્ય લગતી સમસ્યાઓથી પીડિત લોકો માટે પપૈયુનું સેવન ટાળવું જોઈએ

Social Share

પપૈયું એક એવું ફળ છે જે મોટાભાગના લોકો ખાવાનું પસંદ કરે છે. જે લોકો વજન ઘટાડવા માંગે છે તેઓ પપૈયાનું સૌથી વધુ સેવન કરે છે. પપૈયામાં રહેલા ગુણો શરીરને ઘણા ફાયદા આપે છે. પરંતુ શું તમે જાણો છો કે, પપૈયાની કેટલીક આડ અસર પણ હોય છે. પીળા પપૈયા એ ડાયેટરી ફાઈબરનો સ્વસ્થ સ્ત્રોત છે. પપૈયામાં ઓછી માત્રામાં કેલરી અને ચરબી હોય છે. જે વજન ઘટાડવામાં મદદ કરી શકે છે. સ્વાસ્થ્ય ગુણોથી ભરપૂર પપૈયું ઘણા લોકો માટે હાનિકારક પણ છે. તો ચાલો જાણીએ ક્યા લોકોએ પપૈયાનું સેવન ન કરવું જોઈએ.

ડિહાઈડ્રેશનઃ પપૈયું એક રેસાયુક્ત ફળ છે અને તેનું વધુ સેવન કરવાથી ઝાડા થઈ શકે છે. પપૈયાનું વધુ પડતું સેવન કરવાથી ડિહાઈડ્રેશન થઈ શકે છે.

કબજિયાતઃ વધુ માત્રામાં પપૈયાનું સેવન કરવાથી શરીર પર નકારાત્મક અસર થઈ શકે છે. વધુ પડતા ફાઈબરનું સેવન કરવાથી પણ કબજિયાત થઈ શકે છે.

ગર્ભાવસ્થાઃ ગર્ભાવસ્થા દરમિયાન કાચા અથવા અડધા પાકેલા પપૈયાનું સેવન કરવું અસુરક્ષિત હોઈ શકે છે. ગર્ભાવસ્થા દરમિયાન પપૈયાનું સેવન નુકસાનકારક સાબિત થઈ શકે છે.

એલર્જીઃ પપૈયામાં રહેલું એન્ઝાઇમ પેપેઇન એક શક્તિશાળી એલર્જન છે. તેથી, પપૈયાનું વધુ પડતું સેવન શ્વસન સંબંધી અનેક વિકૃતિઓને ઉત્તેજિત કરી શકે છે. કેટલાક લોકોને પપૈયા ખાવાથી એલર્જી થઈ શકે છે.

પાચન તંત્રઃ પપૈયું ખાવાથી તમારી જઠરાંત્રિય પ્રણાલીને નુકસાન થાય છે. જો તમને પેટ સંબંધિત સમસ્યા છે તો તમારે પપૈયાનું વધુ માત્રામાં સેવન કરવાનું ટાળવું જોઈએ. પપૈયાનું વધુ પડતું સેવન પાચન તંત્રની સમસ્યાઓમાં વધારો કરી શકે છે.