માર્ચ મહિનો શરૂ થતાની સાથે જ ગરમીનો પારો પણ વધી રહ્યો છે. ધગધગતા તડકા અને લૂ વચ્ચે શરીરને હાઇડ્રેટેડ અને ઠંડક આપવા માટે લોકો અવનવા શરબત અને જ્યૂસનો સહારો લેતા હોય છે. જો તમે પણ આ ઉનાળામાં કંઈક નવું અને રિફ્રેશિંગ ટ્રાય કરવા માંગતા હોવ, તો ઘરે જ બનાવો દ્રાક્ષમાંથી બનતું શાનદાર ‘ગ્રેપ્સ મોજિતો’. આ ડ્રિંક બનાવવા માટે તમારે બહુ મહેનત કે વધુ સામગ્રીની જરૂર પડશે નહીં.
- જરૂરી સામગ્રી:
તાજી લીલી દ્રાક્ષ
ફુદીનાના પાન
ખાંડ (સ્વાદ મુજબ)
જલજીરા પાવડર
બરફના ટુકડા
સોડા અથવા સ્પ્રાઈટ
- બનાવવાની રીત
સૌથી પહેલા તાજી અને મીઠી દ્રાક્ષને પાણીથી બરાબર સાફ કરી લો. હવે એક મિક્સર જાર લો. તેમાં દ્રાક્ષ, ફુદીનાના પાન, સ્વાદ મુજબ ખાંડ, થોડો જલજીરા પાવડર અને સાધારણ પાણી ઉમેરો. આ બધી જ સામગ્રીને બરાબર બ્લેન્ડ કરી એક સ્મૂધ પેસ્ટ (પ્યુરી) તૈયાર કરી લો. હવે એક મોટો કાચનો ગ્લાસ લો. તેમાં 4 થી 5 બરફના ટુકડા નાખો. ત્યારબાદ તૈયાર કરેલી દ્રાક્ષની પેસ્ટ ગ્લાસમાં ઉમેરો. અંતમાં ગ્લાસમાં ઠંડી સોડા અથવા સ્પ્રાઈટ ઉમેરીને તેને ચમચી વડે હલાવી લો. તૈયાર છે તમારું ઠંડું-ઠંડું ગ્રેપ્સ મોજિતો, મહેમાનો માટે આ એક બેસ્ટ વેલકમ ડ્રિંક સાબિત થઈ શકે છે.

