Site icon Revoi.in

કોરોના મહામારીઃ ગુજરાતમાં મૃતકોના પરિવારજનોને વળતર મળી રહે તે માટે પોર્ટલ બનાવાશે

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસની બીમારીથી મૃત્યુ પામેલા પરિવારજનોને આર્થિક સહાય આપવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. બીજી તરફ ફોર્મને લઈને અનેક લોકો મુઝવણ અનુભવી રહ્યાં છે. દરમિયાન વળતરને લઈને સુપ્રીમ કોર્ટમાં થયેલી એક અરજીમાં ગુજરાત સરકાર તરફથી સોલિસિડર જનરલ તુષાર મહેતાએ જણાવ્યું હતું કે, લોકોને વળતર માટે ભારે હાલાકીનો સામનો ના કરવો પડે અને સરળતાથી મળી રહે તે દિશામાં સરકાર કામગીરી કરી રહી છે. તેમજ આગામી બે સપ્તાહમાં એક પોર્ટલ પણ તૈયાર કરવામાં આવશે. જેથી કોરોનામાં પોતાના સ્વજન ગુમાવનારના પરિવારને સહાય સરળતાથી મળી રહે.

કોરોના સહાય મુદ્દે થયેલી અરજીની સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, હજુ લોકોને વળતર આપવામાં આવે છે જેની જાણકારી નથી. એટલું જ નહીં ફોર્મ ભરીને ક્યાં જમા કરાવું તેની પણ માહિતી નથી. દરમિયાન ગુજરાત સરકારે રજૂઆત કરી હતી કે, મૃતકોના પરિવારજનોને વળતર મેળવવામાં સરળતા રહે તે માટે બે સપ્તાહમાં પોર્ટલ શરૂ કરવામાં આવશે. જેથી અહીં જ અરજી કરવાની સરળતા રહે. સુપ્રીમ કોર્ટે ગુજરાતના પોર્ટલ મોડ્યુઅલને અન્ય રાજ્યોમાં પણ લાગુ કરવા માટે સૂચન કર્યું હતું. સર્વોચ્ચ અદાલતે આ અરજીની વધુ સુનાવણી આગામી સોમવાર સુધી મુલત્વી રાખી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોના મહામારીની બીજી લહેરમાં અનેક લોકોના મૃત્યુ થયાં હતા. દરમિયાન કોરોનાથી મૃત્યુ પામેલા દર્દીઓના પરિવારજનોને રૂ. 50 હજારની સહાયની જાહેરાત કરવામાં આવી હતી. હાલ સહાયના ફોમનું વિચરણ કરવામાં આવી રહ્યું છે. દરમિયાન આ મુદ્દે સુપ્રીમ કોર્ટમાં અરજી થઈ હતી.