Site icon Revoi.in

અમદાવાદમાં કોરોનાના કેસ વધતા ખાનગી હોસ્પિટલોમાં દાખલ થયેલા દર્દીઓમાં 6 ટકા વધારો

Social Share

અમદાવાદઃ  શહેરમાં કોરોનાના કેસનો રોકેટ ગતિએ વધારો થઈ રહ્યો છે. ગુજરાતમાં સૌથી વધુ કોરોનાના દર્દીઓ અમદાવાદમાં છે. ત્યારે હવે શહેરમાં કોરોનાના દર્દીઓની સારવાર માટે  57 ખાનગી હોસ્પિટલ અને 3 ખાનગી કોવિડ સેન્ટર શરૂ કરાયાં છે. એમાં હોસ્પિટલમાં કુલ 234 દર્દી અને 20 દર્દી કોવિડ સેન્ટરમાં દાખલ છે, જેમાં સાત દર્દી વેન્ટિલેટર પર છે. હવે દર બે દિવસે હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. શહેરની ખાનગી કોવિડ હોસ્પિટલોમાં 10 જ દિવસમાં કોરોનાના દર્દીઓમાં 6 ટકાનો વધારો થયો છે.

સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ શહેરમાં કોરોનાના કેસ વધતા જાય છે.તેથી  સરકારી અને ખાનગી હોસ્પિટલમાં દાખલ થનારા દર્દીઓની સંખ્યા હવે ધીરે ધીરે વધી છે, જેમાં આઇસોલેશન બેડમાં દાખલ થનારા દર્દીઓ વધુ છે. 10 દિવસમાં ખાનગી હોસ્પિટલોમાં દાખલ થનારા દર્દીઓની સંખ્યામાં 6 ટકા વધારો નોંધાયો છે. 57માંથી 28 જેટલી હોસ્પિટલોમાં દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. સોલા સિમ્સ હોસ્પિટલમાં 31, એસજી હાઇવે પર આવેલી SGVP હોસ્પિટલમાં વધુ દર્દીઓ દાખલ છે. મણિનગર સ્ટર્લિંગ હોસ્પિટલ, કેર એન્ડ ક્યોર હોસ્પિટલ સહિત 4 હોસ્પિટલમાં 1-1 દર્દી વેન્ટિલેટર પર છે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, બુધવાર સાંજ સુધામાં  57 ખાનગી હોસ્પિટલ અને 3 ખાનગી કોવિડ સેન્ટરમાં 9 ટકા બેડ ભરેલાં હતા અને 91 ટકા બેડ ખાલી હતા, જેમાં કુલ 2885 બેડમાંથી 254 બેડ ભરાયેલા બતા અને 2631 બેડ ખાલી હતા. શહેરની ખાનગી હોસ્પિટલો- કોવિડ સેન્ટરમાં સ્થિતિ જોઈએ તો આઈસોલેશનમાં કુલ 1050 બેડમાંથી 156 બેડ ભરાયાં છે અને 894 બેડ ખાલી છે. HDUના 1085 બેડમાંથી 75 બેડ ભરાયાં છે અને 1010 બેડ ખાલી છે. જ્યારે વેન્ટિલેટર વિનાના ICU બેડમાં કુલ 517 બેડમાંથી 16 બેડ ભરાયાં છે અને 501 બેડ ખાલી રહ્યાં છે તેમજ વેન્ટિલેટર સાથેના ICU બેડમાં કુલ 233 બેડમાંથી માત્ર 7 બેડ ભરાયાં છે અને 226 બેડ હાલમાં ખાલી પડ્યાં છે. જોકે આ વખતે કોરોનાના જેટલા દર્દીઓ છે. એમાં હોસ્પિટલમાં દાખલ થવાની ખૂબજ ઓછા દર્દીઓને જરૂર પડી છે.જે સારી બાબત છે. મોટાભાગના દર્દીઓ પોતાના ઘરે જ આઈસોલેશનમાં રહીને સાજા થઈ રહ્યા છે. (file photo)