Site icon Revoi.in

કોરોના સંકટઃ બે મહિનામાં પોલીસે માસ્ક નહીં પહેરનાઓ પાસેથી રૂ. 45 કરોડનો દંડ વસુલ્યો

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના મહામારીને પગલે માસ્ક અને સામાજીક અંતરનો નિયમ ફરજીયાત કરવામાં આવ્યો છે. તેમજ આ નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે કાર્યવાહી કરવામાં આવે છે. દરમિયાન છેલ્લા બે મહિનામાં સમગ્ર રાજ્યમાં માસ્ક નહી પહેરનારાઓ પાસેથી પોલીસે રૂ. 45 કરોડથી વધુનો દંડ વસુલ્યો હોવાનું જાણવા મળે છે. અમદાવાદ શહેરમાં સૌથી વધારે દંડ વસુલવામાં આવ્યો છે. જ્યારે પાટનગર ગાંધીનગરમાં ઓછા લોકો નિયમોનું ઉલ્લંઘન કરતા ઝડપાયાં હતા. આમ હજુ લોકો કોરોનાને લઈને ગંભીર હોવાનું તબીબો માની રહ્યાં છે.

પ્રાપ્ત માહિતી અનુસાર સમગ્ર રાજ્યમાં માસ્ક નહિ પહેરવા અને જાહેરમાં થૂંકવા બદલના દંડની કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે.દરમિયાન બે મહિનામાં જ પોલીસને રૂ. 45 કરોડથી વધુની માસ્ક મુદ્દે આવક થઈ છે. પોલીસને જૂનમાં લગભગ 28 કરોડ અને જુલાઈમાં 17 કરોડની આવક થઈ હતી. જો શહેરી વિસ્તારમાં વાત કરવામાં આવે તો અમદાવાદમાં બે મહિનામાં પોલીસને સૌથી વધારે 10.72 કરોડ વડોદરા શહેરમાં 2,68,69,000, સુરત શહેરમાં 4.17 કરોડ રાજકોટમાં 6.56 કરોડ, અમદાવાદ ગ્રામ્યમાં 69 લાખ, આણંદમાં 57.79 લાખ, ખેડામાં 1.18 કરોડ, ગાંધીનગરમાં 28.97 લાખ, મહેસાણામાં 1.28 કરોડ, વડોદરા ગ્રામ્યમાં 61.53 લાખ, ભરૂચમાં 7.15 લાખ, મહિસાગરમાં 30 લાખ, દાહોદમાં 53 લાખ, નર્મદામાં 17 લાખ, છોટાઉદેપુર 35.56 લાખ, પંચમહાલમાં 74 લાખ, સુરત ગ્રામ્યમાં 1.12 કરોડ સહિત રાજ્યભરમાં અભિયાન હાથ ધરીને રૂ. 45 કરોડથી વધુનો દંડ વસુલવામાં આવ્યો છે.