Site icon Revoi.in

કોરોના સંકટઃ રાજકોટ મનપાએ ફરીથી 70 ધન્વંતરી રથ દોડાવવાનો કર્યો નિર્ણય

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસમાં વધારો થતા સરકાર દ્વારા કેટલાક નિયંત્રણો મુકવામાં આવ્યાં છે. બીજી તરફ સ્થાનિક ઘોરણોપણ જે તે વહીવટી તંત્ર દ્વારા કોરોનાને લઈને કામગીરી શરૂ કરી છે. રાજકોટ મનપાએ કોરોનાના વધતા કેસોને ધ્યાનમાં રાખીને ફરીથી ધન્વંતરી રથ દોડાવવાનો નિર્ણય લીધો છે. આ ઉપરાંત ટેસ્ટીંગ બુથ વધ ઉભા કરવામાં આવશે.

પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટ કોર્પોરેશન દ્વારા શહેરમાં 70 જેટલા ધનવંતરી રથ દોડાવવા માટે સરકાર પાસે મંજૂરી માંગી છે. સરકાર પાસેથી મંજૂરી મળ્યા બાદ શહેરના તમામ 18 વોર્ડમાં ધનવંતરી રથ દોડાવવામાં આવશે. આ ઉપરાંત શહેરના વિવિધ માર્ગો અને સર્કલ ઉપર કોરોના ટેસ્ટીંગ બુથ ઉભા કરવાનો નિર્મય લેવામાં આવ્યો છે. આ ઉપરાંત રસીકરણ અભિયાન વધારે વેગવંતુ બનાવવામાં આવ્યું છે.

રાજકોટમાં કોરોનાના ઉપરાંત મચ્છરજન્ય રોગચાળો વકરતા આરોગ્ય વિભાગ દોડતું થઈ ગયું છે. શહેરમાં સાત દિવસમાં ડેંન્ગ્યૂના 3 કેસ, મેલેરિયાના 2 કેસ અને ચિકન ગુનિયાના 1 કેસ નોંધાયો છે. આ ઉપરાંત શરદી-ઉધરસના 360 કેસ, ઝાડા-ઉલ્ટીના 77 કેસ અને સામાન્ય તાવના 149 કેસ નોંધાયા છે. શહેરમાં 777 જગ્યાએ મચ્છરની ઉત્પત્તિ સબબ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું.