Site icon Revoi.in

ભારતમાં કોરોનાનો ભરડોઃ અત્યાર સુધીમાં કરાયાં 53 કરોડ ટેસ્ટ, રસીકરણ અભિયાન બન્યું તેજ

Social Share

દિલ્હીઃ ભારતમાં ફરી એકવાર કોરોનાએ માથુ ઉચક્યું હોય તેમ પોઝિટિવ કેસમાં વધારો થઈ રહ્યો છે. દરમિયાન 24 કલાકમાં 42 હજારથી વધારે પોઝિટિવ કેસ નોંધાયાં હતા. આમ એક્ટિવ કેસનો આંકડો ચાર લાખને પાર પહોંચ્યો હતો. બીજી તરફ રસીકરણ અભિયાન તેજ બનાવાયું છે. અત્યાર સુધી 67.72 કરોડ લોકોને રસી આપવામાં આવી છે. છેલ્લા 24 કલાકમાં 58,85,687 રસી ડોઝના આપવામાં આવ્યા હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર 21 જૂનથી કોવિડ-19 વિરોધી રસીકરણ અભિયાનના સાર્વત્રીકરણના નવા તબક્કાનો આરંભ થયો છે. કેન્દ્ર સરકાર સમગ્ર દેશમાં કોવિડ-19 રસીકરણનો વ્યાપ વધારવા માટે અને તેને વધુ વેગવાન બનાવવા માટે પ્રતિબદ્ધ છે. બીજી તરફ મહામારીની શરૂઆતથી આજદિન સુધીમાં કોવિડ-19ના 3,21,00,001 દર્દીઓ સાજા થઇ ગયા છે અને 24 કલાકમાં વધુ 36,385 દર્દીઓ સાજા થયા છે. આમ રિકવરી રેટ 97.43  ટકા છે. દરમિયાન કોરોનાના નવા 42,618 જેટલા પોઝિટિવ કેસ નોંધાયાં હતા.

સમગ્ર દેશમાં દૈનિક ધોરણે પરીક્ષણોની ક્ષમતામાં સતત વધારો કરવામાં આવી રહ્યો છે અને છેલ્લા 24 કલાકમાં દેશમાં 17,04,970 કુલ પરીક્ષણો કરવામાં આવ્યા છે. ભારતમાં આજદિન સુધીમાં કુલ મળીને 52.82 કરોડથી વધારે પરીક્ષણો કરવામાં આવ્યા છે. એક તરફ, દેશમાં થતા પરીક્ષણોની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે અને બીજી તરફ સાપ્તાહિક ધોરણે કેસની પોઝિટીવિટીમાં સતત ઘટાડો નોંધાઇ રહ્યો છે.