Site icon Revoi.in

કોરોના વેક્સિન માટે રૂ. 35 હજાર કરોડની ફાળવણી, વીમા ક્ષેત્રમાં 74 ટકા FDIને અપાશે મંજૂરી

Social Share

દિલ્હીઃ કેન્દ્ર સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલા બજેટમાં પ્રજાના આરોગ્યને વધારે મહત્વ આપવામાં આવ્યું છે. કેન્દ્ર સરકાર દ્વારા કોરોના રસીકરણ માટે રૂ. 35 હજાર કરોડની ફાળવણી કરવામાં આવી છે. તેમજ સરકારે 94 હજાર કરોડથી વધારીને હેલ્થ બજેટ 2.8 લાખ કરોડની જાહેરાત કરવામાં આવી.

નાણાં પ્રધાન નિર્મલા સીતારામને બજેટના ભાષણમાં આત્મનિર્ભર સ્વસ્થ્ય ભારત યોજનાની જાહેરાત કરી હતી. આ ઉપરાંત વીમા એક્ટમાં પણ સંસોધનનો પ્રસ્તાવની વાત કરવામાં આવી છે. વીમા ક્ષેત્રમાં 74% FDIને મંજુરી આપવામાં આવશે. એટલું જ નહીં આગામી દિવસોમાં એલઆઈસીનો આઈપીઓ લાવવાની પણ જાહેરાત કરવામાં આવશે.

નાણાંમંત્રીએ જણાવ્યું કે જળ જીવન મિશન માટે રૂ. 2.87 લાખ કરોડનો ખર્ચ કરવામાં આવશે. તેમજ મિશન પોષણ 2.0′ લોન્ચ કરવામાં આવશે. જળ જીવન મિશન હેઠળ 2.86 કરોડ ઘર આવરી લેવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. હેલ્થ સેક્ટર માટે આત્મનિર્ભર સ્વસ્થ ભારત યોજના લોન્ચ કરવામાં આવશે. 64,180 કરોડ રૂપિયાના બજેટ સાથે વડાપ્રધાન આત્મનિર્ભર સ્વસ્થ ભારત યોજના શરૂ થશે. આ યોજના હેઠળ ગામોથી માંડીને શહેરો સુધી આરોગ્ય સુવિધાઓને પ્રોત્સાહન આપવામાં આવશે.

આ વર્ષે બજેટમાં કોરોનાની રસી માટે રૂ. 35000 કરોડની ફાળવણી કરવામાં આવી છે. તેમજ જરૂર પડશે તો વધારે રકમની ફાળવણી કરવામાં આવશે. જેથી આત્મનિર્ભર પેકેજથી સુધારાને વેગ મળ્યો. બીજી બે કોવિડ વેક્સીન ટૂંક સમયમાં આવશે. સમગ્ર દેશભરમાં કોરોનાની રસી રોલઆઉટ કરવામાં આવશે જેનાથી વર્ષે 50,000 બાળકોના જીવ બચી જશે. બજેટમાં પ્રદૂષણને નાથવા માટે 42 શહેર કેન્દ્રો માટે રૂ. 2,217 કરોડની તો જલ જીવન મિશન માટે રૂ.287 લાખ કરોડની દરખાસ્ત મૂકી છે