Site icon Revoi.in

કોરોના પીડિત પરિવારનોના વ્હારે આવ્યું RSS: ઉકાળા અને દવા સહિત વ્યવસ્થામાં લાગ્યાં સ્વંયસેવકો

Social Share

રાજકોટઃ શહેરમાં કોરોનાના કેસમાં ચિંતાજનકરીતે વધારો થઈ રહ્યો છે. સાથે મૃત્યુના કેસમાં વધારો થઈ રહ્યો છે. લોકો કોરોનામાં પોતાના સ્વજનને ગુમાવે છે પરંતુ અંતિમસંસ્કાર માટે સ્મશાને જતા ડરી રહ્યાં છે. ત્યારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના 25 સ્વયંસેવકો રાત-દિવસ કોઇ પણ પ્રકારનો ડર રાખ્યા વગર કોરોના મૃતકના અંતિમસંસ્કાર કરી તેની અંતિમ મંઝીલ સુધી પહોંચાડી રહ્યાં છે. આ સ્વયંસેવકો કોઇ પણ પ્રકારનો જાતિધર્મનો ભેદભાવ રાખતા નથી. આ ઉપરાંત આરએસએસના કાર્યકરો કોરોના પીડિત પરિવારોને ઉકાળા, દવા અને જમવા સહિતની સુવિધાઓ પુરી પાડી રહ્યાં છે.

રાજકોટ શહેરમાં તેમજ જિલ્લામાં કોરોના સંક્રમિત દર્દીઓના મૃત્યુનો અંકમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. બીજી તરફ સ્મશાનમાં પણ વેઇટિંગ જોવા મળી રહ્યું છે. કોરોનાના કારણે મૃતકના સ્વજનો પણ સ્મશાને અંતિમવિધિમાં જવાનું ટાળી રહ્યાં છે. ત્યારે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના સ્વયંસેવકો હાલ સ્મશાનમાં અંતિમ વિધિની ક્રિયાઓમાં પોતાનો સહયોગ આપી રહ્યાં છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સૌરાષ્ટ્ર પ્રાંતના પ્રચારક પંકજ રાવલે જણાવ્યું હતું કે, હાલ વૈશ્વિક કોરોના મહામારીનો કહેર ભારત સહિત સમગ્ર વિશ્વભરમાં વર્તાય રહ્યો છે. ત્યારે રાજકોટ શહેર ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવકો દ્વારા ચાર જુદા-જુદા સ્મશાનોમાં અંતિમક્રિયાઓમાં પોતાનું સહયોગ આપવામાં આવી રહ્યો છે. 25 જેટલા સ્વયંસેવકો કોઇ પણ જાતનો ભય કે ડર રાખ્યા વગર કોઈ પણ જાતના જાતિ-ધર્મનો ભેદ રાખ્યા વગર પોતાની ફરજ બજાવી રહ્યાં છે.

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવકો ન માત્ર સ્મશાનમાં અંતિમ ક્રિયામાં પોતાનું યોગદાન આપી રહ્યાં છે. પરંતુ સાથોસાથ લોકોને ઉકાળા, દવાઓ તેમજ જમવા સહિતની વ્યવસ્થામાં પોતાનું યોગદાન આપી રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે જ્યારે જ્યારે રાષ્ટ્ર પર વિપદા આવી પડી છે. ત્યારે ત્યારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો સ્વયંસેવક ઘરની બહાર નીકળી લોકોની મદદ આવ્યો છે.