Site icon Revoi.in

ચીનમાં કોરોનાનો કહેર,શાંઘાઈમાં લોકડાઉન બાદ કોવિડથી પ્રથમ મોત

Social Share

દિલ્હી:ચીનમાં કોરોનાનો કહેર યથાવત છે.અહીં મોટી સંખ્યામાં કોરોનાના કેસ સામે આવ્યા બાદ ઘણી જગ્યાએ કડક લોકડાઉન લાગુ કરવામાં આવ્યું હતું.આ દરમિયાન શાંઘાઈ શહેરમાં કોરોના વાયરસના કારણે મૃત્યુનો પહેલો કેસ નોંધાયો છે.28 માર્ચે ચીનના સૌથી મોટા શહેરે ઓમિક્રોન વેરિઅન્ટથી સંક્રમણને નિયંત્રિત કરવા માટે બે તબક્કામાં લોકડાઉન શરૂ કર્યું. ચીનની આર્થિક રાજધાની અને સૌથી વધુ વસ્તી ધરાવતા શહેર શાંઘાઈમાં કોરોના સતત વધી રહ્યો છે.

શાંઘાઈમાં 17 એપ્રિલે કોરોનાના 19,831 કેસ નોંધાયા છે.અગાઉ શનિવારે 21,582 કેસ નોંધાયા હતા.જો કે આ લોકોમાં કોરોનાના લક્ષણો જોવા મળ્યા નથી.જયારે કોરોનાના લક્ષણોવાળા 2,417 નવા દર્દીઓ મળી આવ્યા છે. જોકે, શનિવારે આવા 3,238 કેસ મળી આવ્યા હતા.

ફ્રાન્સ, ઇટાલી અને જર્મનીમાં દરરોજ સંક્રમણના કેસ સતત વધી રહ્યા છે. યુરોપ અને અમેરિકામાં ઓમિક્રોન વેરિઅન્ટને કારણે મોટાભાગનાં રાજ્યોમાં કેસોમાં ઝડપથી વધારો થયો છે.બીજી તરફ, દક્ષિણ કોરિયામાં, કોરોનાના સતત ઘટી રહેલા કેસ વચ્ચે આવતા સપ્તાહથી માસ્ક સિવાયના તમામ કોરોનાવાયરસ પ્રતિબંધો નાબૂદ કરવામાં આવશે.