Site icon Revoi.in

રાજકોટમાં કોરોનાનો કહેરઃ વધુ 19નાં મોતથી તંત્ર બન્યુ ચિંતિત

Social Share

રાજકોટઃ  કોરોનાનો કહેર દિવસેને દિવસે રોદ્ર સ્વપ ધા૨ણ કરી રહ્યો છે. જિલ્લામાં પોઝિટિવ કેસોની સંખ્યા પણ દ૨રોજ એક પછી એક નવા રેકોર્ડ બનાવી ૨હી છે. જયારે મોતની સંખ્યાનો ગ્રાફ ફરીથી ઉપ૨ ચઢતાં વધુ 19 દર્દીના મોત નિપજયાં છે. આ આંક સાથે છેલ્લા ત્રણ દિવસમાં કોરોનાએ 49 લોકોના જીવ લીધા છે. મૃત્યુની સંખ્યા વધતાં શહે૨ના સ્મશાનોમાં ગતવર્ષ જેવી પરિસ્થિતિ જોવા મળી ૨હી છે. અંતિમસંસ્કા૨ માટે મૃતદેહનું કલાકો સુધી વેઈટીંગ શ થઈ જતાં કોરોનાના ફરીથી કપરા કાળમાં લઈ જઈ ૨હયો હોવાનું સ્પષ્ટ થઈ ચુકયું છે.

અમદાવાદ અને સુરતની જેમ રાજકોટમાં પણ કોરોનાની સ્થિતિ આઉટ ઓફ કન્ટ્રોલ બની રહી છે.  હોળી બાદ મૃત્યુઆંક ડબલ આંકડામાં થઈ ગયો છે. જેનાથી હવે ચેતી જવાની જરૂર આવી પડી છે. રાજકોટમાં મોતના આંકડા પર નજર કરીએ તો એક જ દિવસમાં 19 પોઝિટિવ દર્દીઓના મોત નિપજ્યા છે.  રાજકોટમાં 11 દિવસમાં કોરોનાથી 102 મોતનો આંકડો સામે આવ્યો છે. માત્ર 5 દિવસમાં 66 દર્દીઓનો ભોગ લેવાયો છે. આ વચ્ચે રાજકોટમાં નવી તસવીરો સામે આવી છે. હોસ્પિટલમાં દાખલ કોરોના દર્દીઓ સાથે વાત કરવા તેમની સગાસંબંધીઓની પડાપડી થઈ રહી છે. પોતાના દર્દીને યોગ્ય સારવાર મળી રહી છે કે નહિ, અને તેમની તબિયત કેવી છે તે જાણવા માટે સંબંધીઓ લાઈન લગાવીને ઉભા રહેલા જોવા મળી રહ્યા છે.

રાજકોટમાં કોરોનાનો કહેર યથાવત છે. છેલ્લા 24 કલાકમાં વધુ 19 પોઝિટિવ દર્દીઓના મોત થયા છે. છેલ્લા છ દિવસથી ક્રમશ: મોતના આંકડામાં વધારો થઇ રહ્યો છે. વધતા મોતથી તંત્રની ચિંતામાં વધારો થયો છે. કોરોનાના મૃત્યુઆંક ઘટાડવા નક્કર આયોજન કરવું જરૂરી બન્યું છે. જો આંકડા વધતા જશે તો પરિસ્થિતિ દિવસેને દિવસે બગડતી જશે.  દર્દીઓને દાખલ કર્યા પછી તેમની તબિયત બગડી રહી છે. એન્ટીજન રેપીડ ટેસ્ટ કર્યા પછી સિવિલમાં RT-PCR ટેસ્ટ જ નથી કરતા. તેથી આ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.  તો બીજી તરફ, રાજકોટમાં કોરોના હોસ્પિટલોના બેડ પર કોઈ અંકુશ નથી રહ્યો. બેડ ફૂલ થઈ રહ્યાં છે. મોરબીમાં કોરોના કેસ વધતા દર્દીઓને રાજકોટમાં રીફર કરવામાં આવી રહ્યાં છે. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં એક જ દિવસમાં 28 એમ્બ્યુલન્સ મોરબીથી દર્દીઓને લઈને આવી છે. જેથી કહી શકાય કે, મોરબીમાં કોરોનાની ગંભીર સ્થિતિ બની રહી છે. આ આંકડા પરથી નવો સ્ટ્રેઇન મોરબી જિલ્લામાં હોવાની શક્યતા દેખાઈ રહી છે. જો મોરબીથી વધુને વધુ દર્દી રાજકોટ રીફર કરાશે તો રાજકોટમાં પણ પરિસ્થિતિ બગડી શકે છે.