Site icon Revoi.in

રાહુલ ગાંધીના પ્રેમિકા સાથે લગ્ન થઈ શક્યા નહીં, રાજનીતિમાં બળજબરીથી ધકેલાયા!, કંગના રનૌતનો કોંગ્રેસના નેતા પર વાકપ્રહાર

Social Share

મંડી: હિમાચલ પ્રદેશની મંડી લોકસભા બેઠક પરથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર કંગના રનૌતે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી પર જોરદાર વાકપ્રહાર કર્યો છે. તેની સાથે જ તેમણે પ્રિયંકા ગાંધીને લઈને પણ ટીપ્પણી કરી છે. કંગના રનૌતે ગાંધી પરિવારના બંને નેતાઓને પરિસ્થિતિના માર્યા ગણાવ્યા છે. તેમમે આ બધાં માટે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીના મતા અને કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીને જવાબદાર ઠેરવ્યા છે.

કંગના રનૌતે કહ્યું છે કે રાહુલ ગાંધી મહત્વાકાંક્ષી માતાના પુત્ર છે. તેઓ પરિસ્થિતિના માર્યા છે. તે જિંદગીમાં કંઈક ઘણું સારું કરી શકતા હતા, પરંતુ તેમની માતાએ તેમના પર દબાણ બનાવ્યું. માટે તે રાજનીતિમાં સફળ થઈ રહ્યા નથી.

આજતકને આપેલા એક ઈન્ટરવ્યૂમાં કંગના રનૌતે રાહુલ ગાંધીની પારિવારીક જીંદગી પર પણ કોમેન્ટ કરી છે. તેમણે કહ્યું છે કે સાંભળવામાં આવે છે રાહુલ ગાંધી કોઈ મહિલાને પ્રેમ કરે છે. તેમના લગ્ન થઈ રહ્યા નથી. તેમનો ના તો પરિવાર વસી રહ્યો છે અને ન તો કારકિર્દી બની રહી છે. તેમના ઉપર પરિવારનું દબાણ બનેલું છે. ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ભાઈ આવા ઘણાં બાળકો છે. જેમના બળજબરીથી એક્ટિંગ કરાવાય છે. રાહુલ અને પ્રિયંકાના પણ આવા જ હાલ છે.

કંગના રનૌતે પ્રિયંકા ગાંધીને પણ રાહુલ ગાંધીની જેમ પરિસ્થિતિના માર્યા ગણાવ્યા છે. કંગના રનૌતે ક્હ્યું છે કે રાહુલ અને પ્રિયંકા ગાંધી બંને સારા બાળકો છે. પરંતુ તેમની માતે બંનેને પરેશાન કરી દીધા છે. બંનેનું રાજનીતિમાં કોઈ ભવિષ્ય નથી. હજીપણ સમય વીત્યો નથી. બંનેને તેમની માતાએ જીંદગીમાં કંઈક સારું કરવા દેવું જોઈએ. આ પ્રકારથી ટોર્ચર કરવું જોઈએ નહીં.

કંગના રનૌતને જ્યારે સવાલ પુછવામાં  આવ્યો કે રાજનીતિ માટે તમે ભાજપનુંજ દામન કેમ પકડયું, તો તેના જવાબમાં તેમણે કહ્યું છે કે ભાજપની સાથે એક સ્વાભાવિક જોડાણ છે. કંગનાએ કહ્યું છે કે લોકોની સેવા કરવી દરેકના વશની વાત નથી. મારા સહીત દરેકનું સપનું હોય છે. હું 20 વર્ષ સુધી ફિલ્મ ઉદ્યોગમાં હતી અને એક શાનદાર જીવન વીતાવ્યું. હું ખુદને એક નેતા તરીકે જોતી નથી. હું માત્ર લોકોની સેવા કરવા માટે ભાજપ ઉમેદવાર છું. ભાજપની સાથે મારું સ્વાભાવિક જોડાણ છે. હું મારા અધિકારો માટે લડવા માટે ભગવદ ગીતાના ઉપદેશોમાં વિશ્વાસ કરું છું. હું નેતાજી સુભાષચંદ્ર બોઝની પણ પ્રશંસક રહી છું.