- દેશમાં કોરોનાનું સંકટ
- લોકોએ સતર્ક રહેવું પડશે
- 24 કલાકમાં 3.47 લાખ કેસ નોંધાયા
દિલ્હી: કોરોનાનું સંક્રમણ સમગ્ર દેશ માં સતત વધી રહ્યું છે ત્યારે આજે દેશમાં છેલ્લા 24 કલાકમાં 3,47,254 કોરોનાના પોઝીટીવ કેસ નોંધાયા છે જ્યારે 2,51,777 લોકોએ કોરોનાને માત આપી છે અને છેલ્લા 24 કલાકમાં 703 લોકોના કોરોનાથી મૃત્યુ થયા છે.
હાલમાં ભારતમાં કુલ 20,18,825 એકટિવ કેસ છે આ ઉપરાંત અત્યાર સુધીમાં કુલ 3,60,58,806 લોકો ડિસ્ચાર્જ થયા છે અને ભારતમાં અત્યાર સુધી કુલ 4,88,396 લોકોના કોરોનાથી મોત થયા છે.ભારતમાં 1,60,43,70,484 વેક્સિન ના ડોઝ આપાઈ ચૂક્યા છે. ભારતમાં હાલ કોરોનાનો દૈનિક પોઝિટિવ રેટ 17.14% એ પહોચ્યો છે. અત્યાર સુધીમાં કુલ 9,692 ઓમિક્રોન કેસ મળી આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે કોરોનાવાયરસના કેસ વધતા લોકોએ વધારે સતર્ક પણ રહેવું પડશે. જો લોકો દ્વારા વધારે બેદરકારી રાખવામાં આવશે તો કોરોનાવાયરસના કેસમોં જોરદાર વધારો જોવા મળી શકે છે. જાણકારો કહે છે કે કોરોના સામે લડવાનું સૌથી વધારે મજબૂત હથિયાર અત્યારે માસ્ક, સેનેટાઈઝર અને સોશિયલ ડિસ્ટન્સ જ છે.