Site icon Revoi.in

ક્રિકેટ ટેસ્ટ સીરિઝ: ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે આવતી કાલથી ટેસ્ટ મેચ શરૂ થશે

Social Share

નવી દિલ્હીઃ દક્ષિણ આફ્રિકાના પ્રવાસે ગયેલી ભારતીય ક્રિકેટ ટીમ વન-ડે સિરીઝ જીત બાદ આવતી કાલથી કેપ્ટન રોહીત શર્માની આગેવાનીમાં આફ્રિકા સામે ટેસ્ટ સિરીઝ રમશે. ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે 26 ડિસેમ્બરથી ટેસ્ટ મેચ શરૂ થવાની છે. કેપ્ટન રોહીત શર્માની આગેવાનીમાં ટીમ ઈન્ડિયાની ટેસ્ટ સિરીઝની શરૂઆત કરવા જઈ રહી છે. દક્ષિણ આફ્રિકાના પ્રવાસે ગયેલી ટીમ ઈન્ડિયાએ 3-3 મેચોની ટી-20 અને વન-ડે સિરીઝ રમ્યા પછી 2 મેચની ટેસ્ટ સિરીઝ રમવાની પુરી તૈયારી કરી લીધી છે.

વર્લ્ડ કપના ફઈનલમાં મળેલી હાર પછી રોહિત શર્મા પહેલી વાર મેદાન પર ઉતરશે, અને કેપ્ટનશિપ કરશે. આ વખતે પણ રોહિત શર્માને કેપ્ટનશિપની પરીક્ષા થવાની છે, કેમ કે ભારતીય ક્રિકેટ ટીમે દક્ષિણ આફ્રિકામાં ક્યારેય ટેસ્ટ સિરીઝ જીતી નથી. રોહિત શર્માથી પહેલા વિરાટ કોહલી, મહેંન્દ્ર સિંહ ધોની, સૌરવ ગાંગુલી, સચિન તેંડુલકર અને કપિલ દેવ જેવા મહાન કેપ્ટનોના નેતૃત્વમાં ટીમ ઈન્ડિયા દક્ષિણ આફ્રિકામાં ટેસ્ટ સિરીઝ રમવા ગઈ છે, પણ કોઈ પણ કેપ્ટન ભારતને દક્ષિણ આફ્રિકામાં ટેસ્ટ સિરીઝ જીતાડી નથી.

એવામાં રોહિત શર્મામાં દક્ષિણ આફ્રિકામાં રમાવાની ટેસ્ટ સિરીઝ વર્લ્ડ કપ ટ્રોફીથી ઓછી મુશ્કેલી વાળી નથી. જો ભારતીય ટીમ 2 મેચની આ ટેસ્ટ સિરીઝમાં યજમાન ટીમ દક્ષિણ આફ્રકાને હરાવે છે તો રોહિત શર્મા ભારતનો પહેલો કેપ્ટન હશે, જેણે દક્ષિણ આફ્રિકામાં ભારતને ટેસ્ટ સિરીઝમાં જીત આપાવી હોય. એવામાં આ જીત વર્લ્ડ કપના ફાઈનલામાં મળેલી હાર પર મલમ લગાવાનું કામ કરશે.