Site icon Revoi.in

તાપી જિલ્લામાં અતિવૃષ્ટિને કારણે કૃષિ પાકને નુકસાન થતા સરકાર પાસે સહાયની માંગ

Social Share

સુરતઃ તાપી જિલ્લાના ભારે વરસાદને કારણે ખેડુતોના સારૂએવું નુકશાન થયુ છે. જેમાં અંતરીયાળ વિસ્તારમાં નદી પટ પર આવેલા અંદાજિત 25 થી 30 જેટલા ગામોને પુણા નદીમાં પૂર આવવાને કારણે ખૂબ નકશાન થયું છે. આબાપાણી ગામમાં પૂર્ણા નદીએ તબાહી મચાવી હતી. પુર્ણા નદીના કિનારે વસવાટ કરતા લોકો પૂરથી પ્રભાવિત થયા હતા. ત્યારે અતિવૃષ્ટિ અને પૂરનો ભાગ બનેલા ખેડુતોને વળતર આપવાની માગ ઊઠી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ તાપી જિલ્લામાં છેલ્લા 5 દિવસમાં થયેલા અતિ ભારે વરસાદના કારણે જિલ્લાના નદી પટના ગામો પ્રભાવિત થયા હતા. જેમાં વરસાદના કારણે જે નદી કિનારાના ખેતરોમાં નદીના પાણી ફરી વળ્યા હતા સાથે હાલ વરસાદે વિરામ લેતાં નદીનાં પાણી ઓસરવાની સાથે નુકસાની દ્રશ્યો સામે આવી રહ્યા છે. પૂરેપૂરા ખેતરો હાલ પાણીમાં ગરકાવ થયા હતા. જે ખેડૂતોએ પકવેલો પાક નિષ્ફળ જવાની સાથે ખેડૂતોએ ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. ત્યારે જે નદી કિનારાના જે ખેતરો છે તેમાં 150 થી વધુ હેક્ટરમાં નદીના પાણી ભરવાના સાથે પાકો ધોવાઈ ગયા હતા. જેમાં શેરડી, ડાંગર જેવા પાકો તો સંપૂર્ણપણે પાણીમાં ધોવાઈ જવાની સાથે ખેડૂતોને ભારે પ્રમાણમાં નુકસાની થઈ હતી.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, પૂર્ણા નદીકાંઠાના ગામોને પૂરને લીધે સારૂએવું નુકશાન થયું છે. હાલ પણ ખેડૂતો પોતાના પાકને બચાવવા માટે જહેમત કરી રહ્યા છે. નદી કિનારેના ગામમાં રહેતા લોકોના ઘરો પણ તણાઈ ગયા હતા. જ્યાં ચિચબરડી ગ્રામજનોએ જણાવ્યું હતું કે,  ગામ નદી કિનારે આવેલું છે. પૂરને લીધે મકાનો પડી ગયા છે. આથી  લોકોએ સરકાર પાસે સહાયની પણ માંગ કરી રહ્યા છે.