ટી બેગની દરેક ચુસ્કીમાં લાખો માઇક્રોપ્લાસ્ટિક કણો શરીરના અંગોને પહોંચી શકે છે નુકશાન
ટી બેગમાંથી બનેલી ચા સ્વાસ્થ્ય માટે સલામત નથી અને તેના દરેક ચુસ્કીમાં લાખો માઇક્રોપ્લાસ્ટિક કણો હોઈ શકે છે. તેમ એક અભ્યાસમાં જાણવા મળ્યું છે. ઓટોનોમસ યુનિવર્સિટી ઓફ બાર્સેલોના (UAB) સાથે સંકળાયેલા વૈજ્ઞાનિકો દ્વારા કરવામાં આવેલા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે, પોલિમર આધારિત ટી બેગને ગરમ પાણીમાં મૂક્યા પછી, માઇક્રો અને નેનોપ્લાસ્ટિક (MNPLs) ના લાખો કણો […]