Site icon Revoi.in

દ્વારકાધિશના મંદિરમાં દિવાળીના તહેવારો માટે દર્શનનો સમય જાહેર કરાયો

Social Share

દ્વારકાઃ સુપ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકાધિશના દર્શન માટે દિવાળીના તહેવારો દરમિયાન ભારે ભીડ રહેતી હોય છે. ભાવિકોને મુશ્કેલી ન પડે તે માટે દીપાવલી ઉત્સવ અને દર્શનનો સમય જાહેર કરવામાં આવ્યો છે. જેમાં દિવાળી, નૂતન વર્ષના તહેવારો દરમિયાન મંદિરમાં 2 નવેમ્બરથી 6 નવેમ્બર દરમિયાન વિવિધ ઉત્સવ અને દર્શનનું આયોજન કરવામા આવશે.  તા. 4-11-2021 ને ગુરુવારે દિવાળીના દિને ઠાકોરજીના દર્શન નિત્યક્રમ મુજબ થશે તેમજ બપોરે 1 કલાકે અનોસર મંદિર બંધ થશે તથા સાંજે 5 કલાકે ઉત્થાપન દર્શન અને રાત્રે 8 કલાકે હાટડી દર્શન ત્યારબાદ રાત્રે 9-45 કલાકે અનોસ૨ મંદિર બંધ થશે.

દ્વારકાધિશ મંદિરના સૂત્રોના જણાવ્યા મુજબ દિવાળી, નૂતન વર્ષના તહેવારો દરમિયાન મંદિરમાં 2 નવેમ્બરથી 6 નવેમ્બર દરમિયાન વિવિધ ઉત્સવ અને દર્શનનું આયોજન કરવામા આવશે.  તા. 4-11-2021 ને ગુરુવારે દિવાળીના દિને ઠાકોરજીના દર્શન નિત્યક્રમ મુજબ થશે તેમજ બપોરે 1 કલાકે અનોસર મંદિર બંધ થશે તથા સાંજે 5 કલાકે ઉત્થાપન દર્શન અને રાત્રે 8 કલાકે હાટડી દર્શન ત્યારબાદ રાત્રે 9-45 કલાકે અનોસ૨ મંદિર બંધ થશે. તા.5-11-2021 ને શુક્રવારે નૂતન વર્ષના દિને સવારે 6 કલાકે મંગલા આરતી થશે. ત્યાર પછી બપોર સુધી ઠાકોરજીનાં દર્શન નિત્યક્રમ મુજબ થશે. બપોરે 1 કલાકે અનોસર મંદિર બંધ થશે. સાંજે 5 થી દરમ્યાન અન્નકૂટ ઉત્સવનાં દર્શન થશે. રાત્રે 9.45 કલાકે મંદિર બંધ થશે.
તા. 6-11-2021 ને શનિવારે સવારે 7 કલાકે મંગળા આરતી થશે. ત્યાર પછી બપોર સુધી ઠાકોરજીનાં દર્શન નિત્યક્રમ મુજબ થશે. બપોરે 1 દર્શન કલાકે મંદિર બંધ થશે. તથા સાંજે દર્શન નિત્યક્રમ મુજબ જ થશે. જ્યારે ભગવાન દ્વારકાધીશના દર્શનની વિગતો મુજબ વાઘબારસ, ધનતેરસ, રૂપ ચૌદશ ક્ષય, દીપાવલી, નૂતન વર્ષ, અન્નકૂટ ઉત્સવ, ભાઈબીજ તહેવારો નિમિત્તે અલગ અલગ સમયે અલગ અલગ ઉત્સવ
તેમજ દર્શન થશે.

 

Exit mobile version