Site icon Revoi.in

અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝના જામીન પર નિર્ણય મોકૂફ,મંગળવારે થશે સુનાવણી

Social Share

મુંબઈ:મની લોન્ડરિંગ કેસમાં જેકલીન ફર્નાન્ડિસ પર આજે મોટો નિર્ણય આવવાનો છે. દિવાળી પહેલા 200 કરોડની છેતરપિંડીના કેસમાં કોર્ટે જેકલીનને 10 નવેમ્બર સુધીનો સમય આપ્યો હતો.ગુરુવારે દિલ્હીની પટિયાલા કોર્ટમાં આ મામલે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. અભિનેત્રીની જેલ અથવા જામીન અંગેનો નિર્ણય 11 નવેમ્બરે આવવાનો હતો, પરંતુ હવે તેને ટાળી દેવામાં આવ્યો છે.કોર્ટે કહ્યું છે કે હવે 15 નવેમ્બર મંગળવારના રોજ સાંજે 4 વાગ્યે ચુકાદો સંભળાવવામાં આવશે.

ED (એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ) એ કોર્ટમાં જેકલીનની જામીન અરજીનો વિરોધ કર્યો હતો. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે કહ્યું કે અભિનેત્રીએ તપાસ દરમિયાન સહકાર આપ્યો ન હતો. જ્યારે પુરાવા સામે આવ્યા ત્યારે જ જેકલીને કબૂલાત કરી છે. EDએ એમ પણ કહ્યું છે કે જેકલીન જાણતી હતી કે સુકેશ ચંદ્રશેખર ઠગ છે. ઠગ વિશે જાણતા હોવા છતાં, તેણી તેની પાસેથી મોંઘી ભેટો લેવાનું ચાલુ રાખ્યું.

કોર્ટમાં સુનાવણી દરમિયાન જેકલીનના વકીલે કહ્યું કે તે તપાસમાં સંપૂર્ણ સહયોગ કરી રહી છે. આ સિવાય જેકલીન પર દેશ છોડીને ભાગી જવાનો આરોપ લગાવનાર EDને પણ પાયાવિહોણું ગણાવ્યું છે. જેકલીનના વકીલનું કહેવું છે કે અભિનેત્રીએ પોતે કોર્ટમાં સરેન્ડર કર્યું છે. કોર્ટે પોતે વચગાળાના જામીન આપ્યા છે, પરંતુ ED તેમને હેરાન કરી રહી છે.