Site icon Revoi.in

દિલ્હીઃ મોંઘવારી વચ્ચે પીસાતી નજતા ઉપર વધુ એક બોજો, શાકભાજીના ભાવમાં વધારો

Social Share

દિલ્હીઃ ભારતમાં તહેવારોનો પ્રારંભ થઈ ચુક્યો છે. બીજી તરફ જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. સતત વધતી મોંઘવારીને પગલે સામાન્ય પરિવારની મુશ્કેલીમાં વધારો થયો છે. દરમિયાન શાકભાજીના ભાવમાં પણ આસમાને પહોંચ્યાં છે. દિલ્હીના શાકમાર્કેટમાં ટામેટા અને ડુંગળીના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે.

એક તરફ મોંઘવારીનો દર ઘટ્યો છે બીજી તરફ શાકભાજીના ભાવમાં વધારો થઈ રહ્યો છે. આનું કારણે દિલ્હીની બહારથી સપ્લાય ઉપર પડેલી અસરને માનવામાં આવે છે. કર્ણાટક અને મહારાષ્ટ્રમાંથી ટામેટા અને ડુંગળીની આપાત થાય છે. પરંતુ ભારે વરસાદને પગલે સપ્લાય ઉપર અસર પડી હતી. આ ઉપરાંત ડીઝલના ભાવમાં થઈ રહેલા સતત વધારાને પગલે શાકભાજીના ભાવમાં પણ તેની અસર જોવા મળી રહી છે.

વેપારીઓના જણાવ્યા અનુસાર હોલસેલ અને છુટક કિંમતમાં મોટુ અંતર જોવા મળી રહ્યું છે. ટામેટા અને ડુંગળી સિવાયની શાકભાજીના ભાવ પણ ઝડપથી વધી રહ્યાં છે. કર્ણાટક અને મહારાષ્ટ્રમાં પરિસ્થિતિ કાબુમાં નહીં આવે ત્યાં સુધી ભાવમાં ઘટાડો થવાના કોઈ એંધાણ દેખાતા નથી.

દિલ્હીના લક્ષ્મીનગરના શાકભાજીના વેપારી રમેશ સાહુએ જણાવ્યું હતું કે, ટામેટા અને ડુંગળીના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. ટામેટાના ભાવ રૂ. 50થી 55 સુધી પહોંચ્યો છે. પહેલા ટામેટા પ્રતિકિલો રૂ. 40ના ભાવે મળતા હતા. આવી જ રીતે રૂ. 35થી 40ના પ્રતિકિલોના ભાવે વેચાતી ડુંગળીનો ભાવ પણ રૂ. 50 નજીક પહોંચી ગયો છે.

ગાઝીપુર હોલસેલ વેજીટેબલ એન્ડ ફ્રુટ માર્કેટના અધ્યક્ષ સ.પી.ગુપ્તાએ જણાવ્યું હતું કે, ટામેટા અને ડુંગળી જેવી શાકભાજીઓના ભાવમાં હોલસેલમાં રૂ. 10-15 સુધીનો વધારો જોવા મળે છે. શાકભાજીની સપ્લાયમાં પણ ઘટાડો થયો છે. જેથી ભાવમાં વધારો જોવા મળે છે.