Site icon Revoi.in

દિલ્હીના સીએમ કેજરીવાલે પીએમ મોદીને ટ્વિટ કરીને  આ વર્ષે ડોક્ટરોને ભારત રત્ન આપવાની અપીલ કરી

Social Share

 

દિલ્હીઃ- સમગ્ર દેશમાં વિતેલા વર્ષથી જ કોરોના મહામારીએ લોકોનું જીવન અસ્તવ્યસ્ત કર્યું છે, આ સમગ્ર સ્થિતિમાં  ડોક્ટરોએ મહત્વની ભુમિકા ભજવી છે, સતત દર્દીઓની સારવારમાં રહીને કોરોના સામે લડત લડવામાં ડોક્ટરોનો મહત્વનો ફાળો રહ્યો છે,દિવસ રાત પોતાના જીવન અને પરિવારના સભ્યોની પરવાહ કર્યા વિના ડોક્ટચરો દર્દીના જીવ બચાવવામાં  લાગ્યા હતા, કેટકેટલાક દિવસો ઘણા ડોક્ટર્સ પોતાના પરિવારને પણ નહોતા મળી શક્યા તો કેટલાક ડોક્ટરોએ માવન સેવામાં પોતાના જીવની આહુતિ આપી છે.

આ સમગ્ર સ્થિતિ વચ્ચે દેશમાં રસીકરણ અભિયાન 21 જૂનથી સતત કાર્યરત છે, ત્યારબાદ દેશમાં 34 કરોડથી વધુ લોકોને કોરોના રસી મળી ચૂકી છે.ત્યારે હવે  દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ટ્વિટ કરીને વડા પ્રધાનને અપીલ કરી છે કે આ વખતે ડોકટરોને ભારત રત્ન મળવો જોઈએ.

દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલે વડા પ્રધાન મોદીને અપીલ કરી છે કે “ભારતીય ડોક્ટર” ને આ વર્ષે ભારત રત્ન મળવો જોઈએ. “ભારતીય ડોક્ટર” એટલે બધા ડોકટરો, નર્સો અને પેરામેડિક્સ, આ શહીદ થયેલા ડોક્ટરને આ સાચી શ્રદ્ધાંજલિ હશે.પોતાના જીવન અને પરિવારની ચિંતા કર્યા વિનાસેવા કરનારાઓનું આ સમ્માન હશે,

Exit mobile version