Site icon Revoi.in

પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા વચ્ચે ઈ-સાઈકલની માગમાં વધારો

Social Share

નવી દિલ્હી: પેટ્રોલ-ડીઝલના ભાવમાં થઈ રહેલા સતત વધારાને પગલે વાહન ચાલકોની મુશ્કેલી વધી છે. બીજી તરફ પ્રદુષણને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા ઈ-વાહનોનું ચલણ વધે તે દિશામાં સરકાર દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. તેમજ ઈલેકટ્રીક વાહનોની ખરીદી માટે સરકાર દ્વારા રાહત પણ આપવામાં આવી રહી છે. જેના પરિણામ સ્વરૂપ હવે લોકો ધીમે-ધીમે ઇ-વાહન તરફ આગળ વધી રહ્યાં છે. લોકોમાં ઈ-સાઈકલની માંગ વધી છે. ભારતમાં ઈ-સાયકલ માર્કેટ હજુ પ્રારંભિક તબક્કામાં છે, પરંતુ ઘણી સ્થાનિક કંપનીઓએ ગ્રાહકોને બહુવિધ વિકલ્પો ઓફર કરીને સેગમેન્ટમાં પ્રવેશ કર્યો છે. હવે તાજેતરમાં દિલ્હી સરકારે પણ ઈ-સાયકલ પર સબસિડી આપવાની જાહેરાત કરી છે. એવું માનવામાં આવે છે કે આનાથી ઇ-સાઇકલની માંગમાં વધારો થશે.

ઇ-સાઇકલ એ સામાન્ય સાઇકલનું ઇલેક્ટ્રિક વર્ઝન છે. જ્યાં આપણે પેડલ દ્વારા સામાન્ય સાયકલ ચલાવીએ છીએ, આ સાયકલમાં બેટરી અને ઇલેક્ટ્રિક મોટર હોય છે. જેને સ્કૂટરની જેમ સરળતાથી ચલાવી શકાય છે. તેનો સૌથી મોટો ફાયદો એ છે કે લાંબા અંતરે સરળતા પહોંચી શકાય છે. ઈ-સાયકલના ત્રણ મુખ્ય ભાગો છે. પ્રથમ ઇલેક્ટ્રિક મોટર, જ્યારે તમે પેડલ મારો છો, ત્યારે આ મોટર ટોર્ક પ્રદાન કરે છે. બીજી બેટરી, તે મોટર ચલાવે છે. સંપૂર્ણ ચાર્જ થયેલી બેટરી ઈ-બાઈકને 5 થી 6 કલાકની ડ્રાઈવિંગ રેન્જ આપે છે. ત્રીજું સેન્સર, એકવાર તમે પેડલિંગ શરૂ કરો, સેન્સર મોટરને આગળ ચલાવે છે અને સવારને સહાય પૂરી પાડે છે.

એક સામાન્ય સાઈકલની સરખામણીએ ઈ-સાઈકલથી સરળતાથી હંકારી શકાય છે. ઈ-સાયકલ એ પર્યાવરણને અનુકૂળ પરિવહનનું ઉત્તમ માધ્યમ છે. આ સિવાય તેનો ઉપયોગ કરવામાં ઘણો ઓછો ખર્ચ થાય છે. આ સાથે તેને ચલાવવામાં ઘણા સ્વાસ્થ્ય લાભો પણ છે.

ઈ-સાઈકલના ચાર્જિંગનું પુરતુ ઈન્ફ્રાસ્ટ્રકચરનો અભાવ છે. વર્તમાન ઈ-સાઈકલની કિંમત સામાન્ય સાઈકલ કરતા ઘણી વધારે છે. તેથી સામાન્ય માણસ માટે તેને ખરીદવું થોડું મુશ્કેલ બની જાય છે. ભારતમાં ઈ-સાયકલની કિંમત રૂ. 20,000 થી રૂ. 3 લાખ સુધીની છે. તેમજ ઈ-સાયકલ ટેક્નોલોજી હજુ પણ વિકસિત થઈ રહી છે.

(PHOTO-FILE)