Site icon Revoi.in

પાકિસ્તાનને આપવામાં આવેલા વિશેષ વ્યાપાર દરજ્જાની સમીક્ષા કરવાની સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદમાં માંગ ઉઠી

Social Share

નવી દિલ્હી, 30 માર્ચ 2026: જિનેવામાં ચાલી રહેલા સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદના 61માં સત્રમાં ભાગ લઈ રહેલા અનેક યુરોપિયન રાજનેતાઓ, અભિયાનકર્તાઓ અને રાજકીય પ્રતિનિધિઓએ યુરોપિયન યુનિયન તરફથી પાકિસ્તાનને આપવામાં આવેલા વિશેષ વ્યાપાર દરજ્જા, સામાન્યકૃત પ્રાધાન્યતા યોજના પ્લસ (GSP+)ની કડક સમીક્ષા કરવાની માંગ કરી છે.

એક રિપોર્ટ મુજબ, આ બેઠકમાં પાકિસ્તાનમાં ધાર્મિક ઉત્પીડન, રાજકીય દમન, બળજબરીપૂર્વક ગુમ કરવાના બનાવો અને મૂળભૂત અધિકારોનું રક્ષણ કરવામાં નિષ્ફળતા જેવા ગંભીર આરોપો મૂકવામાં આવ્યા હતા.

આ પણ વાંચોઃ ઈરાનનો કુવૈતના પાવર અને વોટર પ્લાન્ટ પર હુમલો, એક ભારતીયનું મોત

Exit mobile version