1. Home
  2. Tag "Review"

રાજ્યમાં વરસાદ અને પવન ફૂંકાવાથી સર્જાયેલી સ્થિતિની સમિક્ષા કરવા સરકારનો અધિકારીનો નિર્દેશ

અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં વરસાદ અને પવન ફૂંકાવાથી સર્જાયેલી સ્થિતિની સમિક્ષા તાત્કાલિક હાથ ધરવા, કાર્યકારી મુખ્ય સચિવ સુનયના તોમરને દિશાનિર્દેશ આપ્યા હતાં. આ દિશાનિર્દેશને પગલે સુનયના તોમરે અસરગ્રસ્ત જિલ્લાના કલેક્ટર સાથે વીડિયો કોન્ફરન્સ યોજીને તેમના જિલ્લામાં થયેલા વરસાદ, પવન અને વીજળીની સ્થિતિ વગેરેની તલસ્પર્શી મહિતી મેળવી હતી. ગતરોજ રાજ્યમાં 41 તાલુકમાં વરસાદ વરસ્યો હતો. […]

સંદેશખાલી કેસમાં CBIના રિપોર્ટની હાઈકોર્ટે કરી સમીક્ષા, સરકારને તપાસમાં સહયોગ કરવા નિર્દેશ

નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળમાં સંદેશખાલીની ઘટનાને લઈને ભારે હોબાળો થયો હતો. કોલકાતા હાઈકોર્ટે સંદેશખાલીમાં મહિલાઓ પર અત્યાચાર અને જમીન પચાવી પાડવાના આરોપોની તપાસ સીબીઆઈને સોંપી હતી. હવે સીબીઆઈએ તપાસનો પ્રાથમિક અહેવાલ હાઈકોર્ટમાં સુપરત કર્યો છે, જેના પર કોર્ટે સંતોષ વ્યક્ત કર્યો છે. ચીફ જસ્ટિસ ટીએસ શિવગન્નમ અને જસ્ટિસ હિરન્મય ભટ્ટાચાર્ય સાથે સીબીઆઈ રિપોર્ટની સમીક્ષા કરી […]

અમિત શાહ 22 ફેબ્રુઆરીએ છત્તીસગઢની મુલાકાત લેશે, લોકસભા ચૂંટણીની તૈયારીઓની સમીક્ષા કરશે

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 22 ફેબ્રુઆરીએ છત્તીસગઢની મુલાકાત લેશે. તેઓ બસ્તર લોકસભા મતવિસ્તાર હેઠળના, કોંડાગાંવમાં પાર્ટી દ્વારા રચાયેલા ક્લસ્ટર વિસ્તારમાં સમાવિષ્ટ ત્રણ લોકસભા મતવિસ્તારના વરિષ્ઠ પદાધિકારીઓ, પ્રભારીઓ અને સહ-પ્રભારીઓ સાથે બેઠક કરીને, ચૂંટણી તૈયારીઓની સમીક્ષા કરશે. ભાજપે લોકસભા ચૂંટણીની તૈયારી માટે રાજ્યની 11 લોકસભા બેઠકોને ચાર ક્લસ્ટરમાં વહેંચી દીધી છે. બસ્તર, મહાસમુંદ અને કાંકેર […]

મહાત્મા મંદિર: વાઈબ્રન્ટ ગુજરાત સમિટના આયોજનની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરી સમીક્ષા

ગાંધીનગરઃ 4 વર્ષ બાદ ગુજરાતમાં વાઈબ્રન્ટ સમિટનું આયોજન થઈ રહ્યું છે.  આવતીકાલે ગાંધીનગરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે ગ્લોબલ ટ્રેડ શૉનું ઉદ્દઘાટન કરાશે. જેને લઈ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી વાઈબ્રન્ટની તૈયારીઓની સમીક્ષા કરવા મહાત્મા મંદિર પહોંચ્યા હતા. જ્યાં તેઓએ સમીક્ષા કરીને અધિકારીઓ સાથે વાઈબ્રન્ટ સમિટને લઈ ચર્ચા કરી હતી. બીજી તરફ, ટ્રેડ […]

સંભવિત પૂરની તૈયારીઓની સમીક્ષા માટે અમિત શાહની અધ્યક્ષતામાં ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં નવી દિલ્હીમાં આગામી ચોમાસાના સંદર્ભમાં દેશમાં પૂર વ્યવસ્થાપન માટેની તૈયારીઓની સમીક્ષા કરવા માટે એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી. બેઠકમાં, ગૃહ પ્રધાને દેશની સ્થાનિક પૂરની સમસ્યાઓને ઘટાડવા માટે વ્યાપક નીતિ ઘડવા માટે લાંબા ગાળાના પગલાંની પણ સમીક્ષા કરી હતી. ગૃહમંત્રીએ કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના […]

સૌરાષ્ટ્ર-તામિલ સંગમના આયોજનની સર્વગ્રાહી સમીક્ષા કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

ગાંધીનગરઃ મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની એક ભારત-શ્રેષ્ઠ ભારતની સંકલ્પના સાકાર કરતા સૌરાષ્ટ્ર તામિલ સંગમના આયોજનની સર્વગ્રાહી સમીક્ષા ગાંધીનગરમાં આયોજિત ઉચ્ચસ્તરીય બેઠકમાં કરી હતી. સદીઓ પહેલાં પોતાના વતન-સૌરાષ્ટ્રથી હિજરત કરીને તામિલનાડુમાં વસેલા સૌરાષ્ટ્રવાસીઓના સમુદાયે પોતાની મૂળ માતૃભૂમિ સાથે જોડાયેલા રહિને સાંસ્કૃતિક ઐક્ય, રાષ્ટ્રિય એકાત્મતા અને ભાવાત્મક એકતાનું વિરલ દ્રષ્ટાંત પુરૂં પાડયું છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇએ […]

કોંગ્રેસમાં હોદ્દેદારોની કામગીરીની દર છ મહિને સમીક્ષા કરાશે

નવી દિલ્હીઃ છેલ્લા કેટલાક સમયમાં વિવિધ રાજ્યોમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસનું ધોવાણ થયું છે. તાજેતરમાં જ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે મલ્લિકાર્જનની પસંદગી થઈ હતી અને રાષ્ટ્રીય અધ્યક્ષ બનતાની સાથે મલ્લિકાર્જન ખડગેએ કોંગ્રેસને વધારે મજબુત બનાવવાની કવાયત શરૂ કરી છે. દરમિયાન કોંગ્રેસના સિનિયર નેતાઓ અને કાર્યકરોને જવાબદારી સોંપવામાં આવી છે અને આ જવાબદારીની દર છ મહિને […]

ચીનમાં વધી રહેલા કોરોનાના કેસને લીધે કેન્દ્રની સુચના બાદ ગુજરાત સરકારે વ્યવસ્થાની કરી સમીક્ષા

ગાંધીનગરઃ ચીનમાં વધી રહેલા કેસને લીધે સંભવિત રોગચાળાનો ભારતમાં પ્રવેશ ન થાય તે માટે પગલાં લેવા ભારત સરકારના આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાના અધ્યક્ષસ્થાને આજે બેઠક મળી હતી. ત્યારબાદ તમામ રાજ્યોને તકેદારી રાખવાની સુચના અપાયા બાદ ગુજરાત સરકાર દ્વારા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના અધ્યક્ષસ્થાને મળેલી બેઠકમાં જરૂરી વ્યવસ્થા અંગે સમીક્ષા કરવામાં આવી હતી.  આ બેઠકમાં ઓક્સિજન, […]

મેડલ ફિલ્મનો રિવ્યુઃ મેડલ નાતજાત જોઈને નહિ, ટેલેન્ટથી આવે

ફિલ્મ રિવ્યુ: મેડલ થોડા સમય પહેલાં જ મેં મેડલ ફિલ્મ જોઈ. બહુ ઓછાં લોકો ફિલ્મ જોવા આવ્યાં હતાં. થોડું આશ્ચર્ય થયું અને પછી સહજ સ્વીકાર્યું કે અરે, ગુજરાતી ફિલ્મ છે એટલે સ્વાભાવિક છે, લોકો જોવા નથી જ આવતાં એક ગુજરાતી તરીકે આ બહુ ખરાબ લાગે તેવી વાત હતી, પણ શું થાય, કોને કહેવાય? ગુજરાતી ફિલ્મોને […]

નેશનલ સિંગલ વિન્ડો સિસ્ટમની આગામી સપ્તાહે સમીક્ષા કરાશે

નવી દિલ્હીઃ નેશનલ સિંગલ વિન્ડો સિસ્ટમ (NSWS) હાલમાં 26 કેન્દ્રીય મંત્રાલયો/વિભાગો પાસેથી 248 G2B ક્લિયરન્સ માટેની અરજીઓ સ્વીકારે છે, ઉપરાંત 16 રાજ્યો/ કેન્દ્રશાસિત પ્રદેશોમાં વિવિધ રાજ્ય/યુટી સ્તરની મંજૂરીઓ ઉપરાંત છે. પોર્ટલ રોકાણકારોના સમુદાયમાં ઝડપથી આકર્ષણ મેળવી રહ્યું છે અને અત્યાર સુધીમાં લગભગ 3.7 લાખ ઉપરાંત અનન્ય મુલાકાતીઓ છે. NSWS દ્વારા 44,000+ મંજૂરીઓ આપવામાં આવી છે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code