Site icon Revoi.in

નેપાળમાં હિન્દુ રાષ્ટ્રનો પહેલાનો દરજ્જો પુનઃસ્થાપિત કરવાની માંગણી, ભૂતપૂર્વ રાજા પણ અભિયાનમાં જોડાયાં

Social Share

નવી દિલ્હીઃ ભારતનો પડોશી દેશ નેપાળ પહેલા દુનિયાનો એકમાત્ર હિન્દુ રાષ્ટ્ર હતો. જો કે, કેટલાક વર્ષો પહેલા હિન્દુ રાષ્ટ્રનો દરજ્જો રદ કરવામાં આવ્યો હતો, તેમજ લોકશાહી સ્થાપવામાં આવી હતી. જો કે, નેપાળમાં તાજેતરમાં જ સરકાર બદલાઈ છે. દરમિયાન નેપાળમાં ફરીથી હિન્દુ રાષ્ટ્રના દરજ્જા માટે ફરીથી અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. તેમજ આ અભિયાનમાં નેપાળના ભૂતપૂર્વ રાજા જ્ઞાનેન્દ્ર શાહ પણ જોડાયાં છે.

દુનિયામાં પહેલા નેપાળ હિન્દુ રાષ્ટ્ર હતો. હવે ફરીથી પ્રજાએ નેપાળને હિન્દુ રાષ્ટ્ર બનાવવા માટે અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. નેપાળમાં તમામ ધર્મના લોકો વસવાટ કરે છે. પરંતુ ભારતની જેમ નેપાળમાં પણ હિન્દુઓની પ્રજા સૌથી વધારે છે. જેથી નેપાળને હિન્દુ રાષ્ટ્ર બનાવવા માટે ઝુંબેશ શરૂ થઈ છે. નેપાળના ભૂતપૂર્વ રાજા જ્ઞાનેન્દ્ર શાહ નેપાળના “હિંદુ રાષ્ટ્ર”ના પહેલાના દરજ્જાને પુનઃસ્થાપિત કરવા માટે જાહેર ઝુંબેશમાં જોડાયા.