1. Home
  2. Tag "Status"

ગુજરાતમાં વધુ બે નગરપાલિકાઓને મહાનગરપાલિકાનો દરજ્જો મળશે, સરકારનો નિર્ણય

ગાંધીનગરઃ નાણામંત્રી કનુ દેસાઈએ રાજ્ય સરકારના આ નિર્ણયની વિધાનસભા ગૃહમાં જાહેરાત કરતા કહ્યું હતું કે, રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મભૂમિ પોરબંદરની પોરબંદર-છાયા નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવશે. એટલું જ નહીં, અખંડ ભારતના શિલ્પી લોહ પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મભૂમિ નડિયાદની નગરપાલિકાને પણ મહાનગરપાલિકામાં રૂપાંતરિત કરવામાં આવશે. નાણાંમંત્રી કનુ દેસાઈએ કહ્યું હતું કે, પોરબંદર-છાયા શહેર દરિયાકિનારે આવેલ વિશિષ્ટ ભૌગોલિક […]

ગુજરાતઃ સુરત એરપોર્ટને મળ્યો આંતરરાષ્ટ્રીય એરપોર્ટ તરીકેનો દરજ્જો

કેન્દ્રની મોદી સરકારે દરખાસ્તને આપી મંજુરી સુરત એરપોર્ટને આંતરરાષ્ટ્રીય એરપોર્ટ તરીકે જાહેર કરવા કરાઈ હતી દરખાસ્ત સુરતના વેપાર-ઉદ્યોગને મળશે નવો વેગ અમદાવાદઃ ગુજરાતના ડાયમન્ડ સિટી ગણાતા સુરતના એરપોર્ટને આંતરરાષ્ટ્રીય એરપોર્ટ તરીકે જાહેર કરવામાં આવ્યો છે. જેથી સુરતના પ્રવાસીઓને હવે વિદેશ જવા માટે અમદાવાદ અને મુંબઈ સુધી લાંબા નહીં થવું પડે. આ ઉપરાંત આંતરરાષ્ટ્રીય એરપોર્ટ તરીકે […]

નેપાળમાં હિન્દુ રાષ્ટ્રનો પહેલાનો દરજ્જો પુનઃસ્થાપિત કરવાની માંગણી, ભૂતપૂર્વ રાજા પણ અભિયાનમાં જોડાયાં

નવી દિલ્હીઃ ભારતનો પડોશી દેશ નેપાળ પહેલા દુનિયાનો એકમાત્ર હિન્દુ રાષ્ટ્ર હતો. જો કે, કેટલાક વર્ષો પહેલા હિન્દુ રાષ્ટ્રનો દરજ્જો રદ કરવામાં આવ્યો હતો, તેમજ લોકશાહી સ્થાપવામાં આવી હતી. જો કે, નેપાળમાં તાજેતરમાં જ સરકાર બદલાઈ છે. દરમિયાન નેપાળમાં ફરીથી હિન્દુ રાષ્ટ્રના દરજ્જા માટે ફરીથી અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. તેમજ આ અભિયાનમાં નેપાળના ભૂતપૂર્વ […]

WhatsApp માટે આવ્યું અપડેટ,સ્ટેટસમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર,જાણો વિગત

વોટ્સએપે યુઝર એક્સપીરિયન્સને મજેદાર બનાવવા માટે ઘણા ફીચર્સ બહાર પાડ્યા છે. કંપનીએ સ્ટેટસ માટે એક મોટું અપડેટ પણ રજૂ કર્યું છે.બીટા વર્ઝન બાદ હવે આ ફીચર્સ યુઝર્સ માટે રિલીઝ કરવામાં આવી રહ્યા છે.અહીં તમને વોટ્સએપના આ નવા ફીચર્સ વિશે માહિતી આપી રહ્યાં છીએ. નવા ફીચર્સ અંગે કંપનીએ કહ્યું છે કે,યુઝર્સ માટે ફ્રેન્ડ અને ફેમિલી સાથે […]

WhatsApp સ્ટેટસમાં મળશે નવો વિકલ્પ,ટૂંક સમયમાં આવશે નવું ફીચર,આ રીતે કામ કરશે

WhatsApp વિશ્વમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતું ઇન્સ્ટન્ટ મેસેજિંગ પ્લેટફોર્મ છે.આના પર તમને ઘણી આકર્ષક સુવિધાઓ મળે છે.એપ્સ ડેવલપર્સ યુઝર અનુભવને વધારવા માટે આ પ્લેટફોર્મ પર નવી સુવિધાઓ ઉમેરતા રહે છે.આવી જ એક નવી સુવિધા જોવા મળી છે. લોકોને WhatsAppનું સ્ટેટસ ફીચર ખૂબ પસંદ છે, પરંતુ તેની કેટલીક મર્યાદાઓ છે.ટૂંક સમયમાં તમે તેના પર વૉઇસ નોટ્સ […]

ભારતીય રેલવેની 130 મેલ-એક્સપ્રેસ ટ્રેનને સુપરફાસ્ટનો દરજ્જો અપાયો

નવી દિલ્હીઃ રેલ્વેએ દેશભરની 130 મેલ-એક્સપ્રેસ ટ્રેનોને સુપરફાસ્ટનો દરજ્જો આપીને તમામ વર્ગોના ભાડામાં વધારો કર્યો છે. આ અંતર્ગત ટ્રેનના એસી-1 અને એક્ઝિક્યુટિવ ક્લાસમાં રૂ. 75 પ્રતિ પેસેન્જર, એસી-2, 3, ચેર કારમાં રૂ. 45 અને સ્લીપર ક્લાસમાં રૂ. 30 પ્રતિ પેસેન્જરનો વધારો કરવામાં આવ્યો છે. આમ, PNR (છ પેસેન્જર) બુક કરાવવા માટે મુસાફરોએ એસી-1માં રૂ. 450, […]

ઉત્તર ગુજરાતમાં માત્ર 5.65 ટકા અને કચ્છનાં જળાશયોમાં 13.90 ટકા જ પાણીનો જથ્થો ઉપલબ્ધ,

અમદાવાદઃ અષાઢના આગમનને હવે બે દિવસ બાકી રહ્યા છે. ગુજરાતમાં મેઘરાજાનું વિધિવત આદમન થઈ ગયું છે. પણ હજુ મેઘરાજા મન મુકીને વરસતા નથી. બીજી બાજુ રાજ્યના મોટાભાગના જળાશયોમાં હવે ડેડ વોટર જ બચ્યુ છે.  જો વરસાદ ખેંચાશે તો પાણીની વિકટ સમસ્યા સર્જાશે, જોકે આગામી ચાર દિવસમાં વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે. રાજ્યમાં સૌથી […]

રાજ્યની શાળાઓની સ્થિતિ અંગે અહેવાલ રજુ કરવા હાઈકોર્ટનો આદેશ

અમદાવાદઃ રાજ્યના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી અવાર-નવાર તેમના નિવેદનોને લઈને વિવાદમાં રહેતા હોય છે. વર્ષ 2021માં છોટાઉદેપુરની એક સ્કૂલમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ અંગે જીતુ વાઘાણીએ નિવેદન આપ્યું હતું કે, ખુલ્લામાં ભણવું એ નવી બાબત નથી. કારણ કે, તેઓ જ્યારે અભ્યાસ કરતાં હતાં ત્યારે આજ રીતે બહાર બેસીને ભણતા હતાં. શિક્ષણમંત્રીના આ વિવાદાસ્પદ નિવેદનને લઈ હાઈકોર્ટે […]

જામનગરના ખીજડીયા વન્યજીવ અભયારણ્યને રામસર સાઈટનો દરજ્જો મળ્યો

અમદાવાદઃ જામનગર જિલ્લાના ખીજડીયા વન્યજીવ અભયારણ્યને વૈશ્વિક આર્દ્રભૂમિ દિવસના પ્ર્રસંગે નવી રામસર સાઇટ જાહેર કરવામાં આવ્યું છે. લોકો તેમજ પૃથ્વી માટે આર્દ્રભૂમિની ભૂમિકા અંગે વૈશ્વિક જાગૃતિ વધારવાના હેતુસર વર્ષ 1971માં ઈરાનના રામસર શહેરમાં આંતરરાષ્ટ્રીય સ્તરે આર્દ્ર ભૂમિના મહત્વ અંગે થયેલ ‘રામસર સંધિ’ પર થયેલ હસ્તાક્ષરને અનુલક્ષીને દર વર્ષે ૨જી ફેબ્રુઆરીના રોજ વૈશ્વિક આર્દ્રભૂમિ દિવસ તરીકે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code