Site icon Revoi.in

કોરોનાના કેસ ઓછા થતા કાળજી રાખવાનું ન ભૂલતા,આ વાતનું ધ્યાન અવશ્ય રાખજો

Social Share

કોરોના પછી કેટલાક લોકો દ્વારા હજુ પણ હેલ્થની કાળજી રાખવામાં આવે છે પરંતુ કેટલાક લોકો એવા પણ જોવા મળે છે કે જે લોકો દ્વારા ખુબ બેદરકારી જોવા મળે છે અને તેના કારણે તેમનું સ્વાસ્થ્ય જોખમાય છે. કોરોનાના કેસથી તો આપણને રાહત મળી ગઈ પરંતુ હજુ પણ લોકોએ આ વાતનું ધ્યાન રાખવું જોઈએ.

કોરોનાના કેસ ઓછા થઈ ગયા પરંતુ હોસ્પિટલોની ઓપીડીમાં તાવ સહિત અન્ય રોગોના દર્દીઓ વધવા લાગ્યા છે.તબીબો લોકોને ખાવાપીવામાં ધ્યાન આપવાની અને સ્વચ્છતાનું ધ્યાન રાખવાની સલાહ આપી રહ્યા છે.

હવામાનમાં આવેલા બદલાવને કારણે મોસમી રોગોના કેસો વધવા લાગ્યા છે. હોસ્પિટલમાં તાવ, ઉલ્ટી-ઝાડા અને ટાઈફોઈડના દર્દીઓની સંખ્યા વધી રહી છે.મોટાભાગના દર્દીઓ તાવની ફરિયાદ કરે છે, જોકે તેમને કોવિડ નથી.હવે કોરોનાના કેસ ઘણા ઓછા થયા છે.હવે દિવસમાં માત્ર એક કે બે જ સંક્રમિત આવે છે, પરંતુ તે ખૂબ જ હળવા લક્ષણોના છે.

બહાર જતી વખતે તમારી જાતને ધૂળ, ગંદકીથી બચાવો, સ્વચ્છતાનું ધ્યાન રાખો અને બહારનું ખાવાનું ટાળો, જો તમને હળવો તાવ હોય તો ડૉક્ટરની સલાહ લો, નિયમિત સમયાંતરે હાથ સાફ રાખો, જો વ્યક્તિને ખાંસી, શરદી હોય તો તેના સંપર્કમાં આવવાનું ટાળો, વધુ ફળો અને શાકભાજી ખાઓ, વિટામિન ડી લો.

જો કે કોઈ પણ વ્યક્તિ દ્વારા કોઈ પણ પ્રકારનું ડાયટ લેતા પહેલા ડોક્ટરની સલાહ અવશ્ય લેવી જોઈએ.