Site icon Revoi.in

કૉંગ્રેસને ડબલ આંચકો: પહેલા હાઈકોર્ટે અરજી ફગાવી, હવે ઈન્કમટેક્સ વિભાગે પકડાવી 1700 કરોડ રૂપિયાની નોટિસ

Social Share

નવી દિલ્હી: કોંગ્રેસને ગુરુવારે પહેલા દિલ્હી હાઈકોર્ટમાંથી આંચકો લાગ્યો. તેના પછી ઈન્કમટેક્સ વિભાગે મુશ્કેલીઓમાં વધારો કર્યો. ઈન્કમટેક્સ વિભાગે કોંગ્રેસને લગભગ 1700 કરોડ રૂપિયાની નોટિસ પકાડવી છે. તેની સાથે જ લોકસભા ચૂંટણીઓથી ઠીક પહેલા દેશની સૌથી જૂની પાર્ટીની આર્થિક ચિંતાઓ વધી ગઈ છે. ઈન્કમટેક્સ વિભાગની નવી માગણી 2017-18થી લઈને 2020-21 માટે છે. તેમાં દંડ અને વ્યાજ બંને સામેલ છે.

આ રકમ વધવાના આસાર છે. ઈન્કમટેક્સ વિભાગ 2021-22થી લઈને 2024-25ની વયના પુનર્મૂલ્યાંકનની રાહ જોઈ રહ્યું છે. તેની કટઓફ ડેટ રવિવાર સુધી પૂર્ણ થઈ જશે. કોંગ્રેસના વકીલ અને રાજ્યસભાના સાંસદ વિવેક તન્ખાએ કહ્યુ કે પાર્ટી કાયદાકીય પડકારને આગળ વધારશે. તેમણે ઈન્કમટેક્સ વિભાગની આ કાર્યવાહીને અલોકતાંત્રિક અને અયોગ્ય ગણાવી છે.

રાજ્યસભાના સાંસદ અને કોંગ્રેસના વકીલ વિવેક તન્ખાએ આરોપ લગાવ્યો છે કે ગુરુવારે પાર્ટીને લગભગ 1700 કરોડ રૂપિયાની નવી નોટિસ મુખ્ય દસ્તાવેજો વગર મોકલવામાં આવી. તેમણે કહ્યુ છે કે દેશના મુખ્ય વિપક્ષી દળનું આર્થિકપણે ગળું ઘોંટાય રહ્યું છે અને તે પણ લોકસભા ચૂંટણી દરમિયાન.

દિલ્હી હાઈકોર્ટે ગુરુવારે કોંગ્રેસની એ અરજીઓને ફગાવી દીધી, જેમાં કર અધિકારીઓ દ્વારા તેમની વિરુદ્ધ ચાર વર્ષની અવધિ માટે કર પુનર્મૂલ્યાંકન કાર્યવાહી શરૂ કરવાને પડકારવામાં આવી હતી. જસ્ટિસ યશવંત વર્મા અને જસ્ટિસ પુરુષેન્દ્ર કુમાર કૌરવની ખંડપીઠે કહ્યું હતું કે અન્ય વર્ષ માટે પુનર્મૂલ્યાંકન શરૂ કરવામાં હસ્તક્ષેપથી ઈન્કાર કરતા પહેલાના નિર્ણય મુજબ અરજીઓ નામંજૂર કરવામાં આવે છે. હાલના વર્ષ 2017થી 2021 સુધીના મૂલ્યાંકન સંબંધિત છે.

ગત સપ્તાહે ફગાવાયેલી અન્ય અરજીમાં કોંગ્રેસને 2014-15થી 2016-17 મૂલ્યાંકન વર્ષ સાથે સંબંધિત પુનર્મૂલ્યાંકન કાર્યવાહી શરૂ કરવાને પડકારવામાં આવી હતી. હાઈકોર્ટે 22 માર્ચે એ દલીલોને નામંજૂર કરતા કહ્યું હતું કે કર ઓથોરિટીએ પ્રથમ દ્રષ્ટિએ પુરતા અને નક્કર પુરાવા એકત્રિત કર્યા છે, તેની આગળની તપાસ કરવી જરૂરી છે.

અરજીમાં કોંગ્રેસે દલીલ કરી હતી કે ઈન્કમટેક્સ અધિનિયમની કલમ-153સી (કોઈ અન્ય વ્યક્તિની આવકનું આકલન) હેઠળ કાર્યવાહ એ તપાસો પર આધારીત હતી કે જે એપ્રિલ, 2019માં ચાર વ્યક્તિઓ પર કરવામાં આવી હતી અને તે એક નિશ્ચિત સમયમર્યાદાથી પર હતી.