Site icon Revoi.in

ડૉ. એસ. જયશંકર કતાર, બહેરીન, કુવૈત, ઓમાન, ન્યૂયોર્ક અને બ્રસેલ્સની 11 દિવસીય મુલાકાતે

Social Share

નવી દિલ્હી, 10 જુલાઈ 2026: વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર કુવૈતની મુલાકાત પૂર્ણ કરીને ઓમાન પહોંચ્યા છે. ઓમાનના વિદેશ મંત્રાલયના ડાયરેક્ટર જનરલ શેખ અહેમદ અલ મસ્કારીએ તેમના આગમન પર તેમનું સ્વાગત કર્યું હતું.

ડૉ. જયશંકર કતાર, બહેરીન, કુવૈત, ઓમાન, ન્યૂયોર્ક અને બ્રસેલ્સની 11 દિવસીય મુલાકાતે છે. ઓમાનની મુલાકાત પૂર્ણ કર્યા બાદ, તેઓ ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના 2028-29ના કાર્યકાળ માટે ભારતનું અધિકૃત અભિયાન શરૂ કરશે. ત્યારબાદ, વિદેશ મંત્રી 14 અને 15 જુલાઈએ બ્રસેલ્સમાં ભારત-યુરોપિયન યુનિયન (EU) વેપાર અને ટેકનોલોજી પરિષદની ત્રીજી બેઠકમાં ભાગ લેશે. ડૉ. જયશંકર યુરોપિયન યુનિયન અને બેલ્જિયમના વિદેશ મંત્રીઓ સાથે પણ ચર્ચા-વિચારણા કરશે.

વધુ વાંચો: વડાપ્રધાન મોદીની ઓસ્ટ્રેલિયાની મુલાકાત સંપન્ન, ન્યૂઝીલેન્ડ જવા રવાના

Exit mobile version