Site icon Revoi.in

ટામેટાના ભાવમાં થયેલા ઘટાડાના પગલે ખેડૂતોની મુશ્કેલી વધી, સરકાર પાસે મદદની આશા

Social Share

નવી દિલ્હીઃ દેશમાં ટામેટાના ભાવ સામાન્ય થતા મહિલાઓએ રાહતનો શ્વાસ લીધો છે. જો કે, હવે ટામેટાની ખેતી કરતા ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે. એટલું જ નહીં ખેડૂતોને ટામેટાના પાકનું વેચાણ કરતા ખેતીના પુરતા પૈસા પણ નીકળતા નહીં હોવાનું જાણવા મળે છે. જેથી ખેડૂતોમાં રોષ ફેલાયો છે, તેમજ જ્યારે ટામેટાના ભાવ વધ્યા ત્યારે જનતાને રાહત માટે સરકારે પગલા લીધા હતા, તેમ હવે ટામેટાની ખેતી કરતા ખેડૂતોને રાહત મળે તેવા પગલા લેવાની માંગણી કરવામાં આવી રહી છે.

બે મહિના પહેલા, સરકાર દેશમાં ટામેટાંના ભાવને નિયંત્રિત કરવા માટે સતત પગલાં લઈ રહી હતી, જેની અસર દેખાઈ રહી છે. દેશના વિવિધ ભાગોમાં ટામેટાંના ભાવમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે. જો કે આનાથી સામાન્ય લોકો માટે રાહતના સમાચાર આવ્યા છે, પરંતુ હવે ખેડૂતોને આના કારણે નુકસાનનો સામનો કરવો પડી રહ્યો છે.

અહેવાલ અનુસાર, સરકાર દ્વારા લેવામાં આવેલા પગલાંને કારણે, ટામેટાંની કિંમત જે 250 રૂપિયા પ્રતિ કિલો સુધી વેચાતી હતી, તે હવે ઘણી જગ્યાએ વધીને 3 થી 10 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે. મહારાષ્ટ્ર, કર્ણાટક અને આંધ્રપ્રદેશમાં સૌથી વધુ અસર જોવા મળી છે. કૃષિ મંત્રાલયના જણાવ્યા અનુસાર હિમાચલ પ્રદેશ, તમિલનાડુ, તેલંગાણા, આંધ્ર પ્રદેશ, મધ્ય પ્રદેશ જેવા રાજ્યોમાં ઓગસ્ટથી ઓક્ટોબર વચ્ચે ટામેટાંનું બમ્પર ઉત્પાદન થવાની અપેક્ષા છે. આવી સ્થિતિમાં સપ્ટેમ્બર 2023માં ટામેટાંનું ઉત્પાદન 9.56 લાખ ટન થવાની ધારણા છે. જ્યારે ઓક્ટોબરમાં તે 13 લાખ ટન થવાની ધારણા છે. આવી સ્થિતિમાં વધુ ઉત્પાદન ટામેટાંના ભાવમાં વધુ ઘટાડો કરી શકે છે.

અહેવાલ મુજબ, બાગાયત વિભાગે આ બાબતે ગ્રાહક અને ખાદ્ય બાબતોના વિભાગ સાથે ચર્ચા કરી છે. ખેડૂતોને રાહત આપવા માટે વિભાગ વિવિધ રાજ્યોમાંથી 10 થી 20 કરોડ રૂપિયાના ટામેટાંની ખરીદી કરી શકે છે. નોંધનીય છે કે મહારાષ્ટ્ર અને આંધ્રપ્રદેશના ઘણા ખેડૂતોએ ટામેટાના ઘટતા ભાવને લઈને પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો હતો. ખેડૂતોનું કહેવું છે કે છેલ્લા કેટલાક દિવસોમાં ટામેટાંના ભાવ ખૂબ જ ઝડપથી ઘટી ગયા છે. જેના કારણે તેમને તેમના ખર્ચના પૈસા પણ નથી મળી રહ્યા. આવી સ્થિતિમાં સરકારના આ પગલાથી આવનારા દિવસોમાં ખેડૂતોને મોટી રાહત મળવાની આશા છે.