Site icon Revoi.in

રાજસ્થાનની સરકારી શાળામાં હિંદુ વિદ્યાર્થિનીના ટીસી પર લખ્યું ઈસ્લામ, ધર્માંતરણ-લવજેહાદની સાજિશ સામે શિક્ષણ મંત્રી ભડક્યા

Social Share

કોટા: રાજસ્થાનના કોટા જિલ્લાની એક સરકારી શાળામાં ધર્માંતરણ અને લવ જેહાદની સાજિશોના ખુલાસા બાદ બે શિક્ષક સસ્પેન્ડ થયા છે. આ સ્કૂલ સાંગોદ કસબાની પાસે આવેલી ખજૂરી રાજકીય ઉચ્ચ માધ્યમિક શાળા છે. સ્કૂલની એક હિંદુ વિદ્યાર્થિનીના ટ્રાન્સફર સર્ટિફિકેટમાં ઈસ્લામ લખવામાં આવ્યું છે અને વિદ્યાર્થિનીઓને બળજબરીથી નમાજ પઢાવવાનો મામલો સામે આવ્યો છે.

સ્કૂલમાં ચાલી રહેલા ઈસ્લામી ષડયંત્રનો ખુલાસો રાજસ્થાનના શિક્ષણ મંત્રી મદન દિલાવરની મુલાકાત દરમિયાન થયો. 21 ફેબ્રુઆરી, 2024ના રોજ સર્વ હિંદુ સમાજના એક ડેલિગેશને મુલાકાત  કરીને આ મામલો ધ્યાન પર મૂક્યો હતો. સંગઠને સરકારી સ્કૂલમાં ઈસ્લામિક જેહાદી ગતિવિધિઓને ચલાવવાનો આરોપ લગાવ્યો હતો. જણાવવામાં આવે છે કે પ્રતિબંધિત કટ્ટરપંથી ઈસ્લામિક સંગઠન પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા અને દાવત-એ-ઈસ્લામીના ઈશારે લવ જેહાદ અને ધર્માંતણની સાજિશ ચાલી રહી હતી.

આના પછી સ્કૂલના બે શિઙક્ષકો ફિરોઝખાન અને મિર્ઝા મુજાહિદ્દીનને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. શિક્ષિકા શબાનાને મુખ્યમથકથી અટેચ કરી દેવામાં આવી છે. આખા ઘટનાક્રમની તપાસ ચાલુ છે. શિક્ષણ મંત્રી દિલાવરે ઘટનાની પુષ્ટિ કરતા કહ્યુ છે કે હિંદુ હોવા છતાં સ્કૂલની વિદ્યાર્થિનીના ટીસીમાં પણ ઈસ્લામ લખવામાં આવ્યું છે.

તેમણે કહ્યુ છે કે ત્યાં ધર્માંતરણનું ષડયંત્ર ચાલી રહ્યું છે. લવજેહાદનું ષડયંત્ર ચાલી રહ્યું છે. હિંદુ કિશોરીઓને બળજબરીથી નમાજ પઢાવાય રહી છે. આ ઉજાગર થયા બાદ 2 શિક્ષકોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તેમાંથી એક ફિરોઝ ખાન અધ્યાપક લેવલ – 1 અને બીજા મિર્ઝા મુજાહિદ્દીન શારીરિક શિક્ષક છે. શબાનાની વિરુદ્ધ પણ આગળ કાર્યવાહી થઈ રહી છે. ત્રણેને મેં બિકાનેર મોકલ્યા છે. વિગતવાર તપાસ કરાવીને તેમની વિરુદ્ધ કઠોર કાર્યવાહી કરીશું અને બરખાસ્ત કરવા જેવી સ્થિતિ હશે, તો બરખાસ્ત કરીશું.

હિંદુ સંગઠને પોતાના આવેદન પત્રમાં જણાવ્યું હતું કે સ્કૂલમાં માત્ર હિંદુ વિદ્યાર્થિનીઓ પાસે જ નમાજ પઢાવાતી નથી, પરંતુ તેમની ઓળખ ઓયોજનબદ્ધ ષડયંત્ર હેઠળ મુસ્લિમ યુવકો સાથે કરાવાય છે. 2019ની એક ઘટનાનો પણ ઉલ્લેખ આવેદન પત્રમાં હતો. તેમાં એક હિંદુ વિદ્યાર્થિનીના ટીસીમાં તેના ધર્મનો ઉલ્લેખ કરતા ઈસ્લામ લખવામાં આવ્યું હતું. આ વિદ્યાર્થિનીનું 2024માં સ્કૂલના જ મુસ્લિમ વિદ્યાર્થીો દ્વારા અપહરણ કરાયું હતું. તેની એફઆઈઆર સાંગોદ પોલીસ સ્ટેશનમાં છે. આ આખી સાજિશના સૂત્રધાર તરીકે સ્કૂલના પીટી શિક્ષક મિર્ઝા મુજાહિદ્દીન, ફિરોઝ ખાન અને સહાયક અધ્યાપિકા શબાનાને આરોપી બનાવાયા હતા.

સર્વ હિંદુ સમાજે શિક્ષણ મંત્રી સમક્ષ આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાની માગણી કરી હતી. શિક્ષણ મંત્રી મદન દિલાવરે તાત્કાલિક આ મામલાને ધ્યાન પર લઈને કાર્યવાહીના આદેશ જાહેર કર્યા હતા. 21 ફેબ્રુઆરીએ જ કોટોના મુખ્ય જિલ્લા અધિકારીએ મિર્ઝા મુજાહિદ્દીન અને ફિરોઝ ખાનને સસ્પેન્ડ કર્યા હતા. આ સિવાય મહિલા ટીચર શબાનાનને એપીઓ કરી દેવામાં આવી. મંત્રી દિલાવરે કહ્યુ છે કે મામલાની ઉચ્ચસ્તરીય તપાસ કરાવાય રહી છે.