Site icon Revoi.in

ખેડૂતોને યોગ્ય વળતર મળે તેવા કેન્દ્ર સરકારના પ્રયાસોઃ રૂપાલા

Social Share

અમદાવાદઃ કેન્દ્ર સરકારના કૃષિ બિલનો ખેડૂતો વિરોધ કરી રહ્યાં છે તે અયોગ્ય છે. હાલ કેન્દ્ર સરકાર અને ખેડૂતો વચ્ચે બેઠકોનો દોર ચાલી રહ્યો છે. તેમ કેન્દ્ર સરકારના રાજ્યકક્ષાના મંત્રી પરસોત્તમ રૂપાલાએ જણાવીને દેશના ખેડૂતો માટે MSP લાભદાયી હોવાનું કહ્યું હતું. તેમજ વર્ષ 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાનો કેન્દ્ર સરકારનો લક્ષ્યાંક છે.

તેમણે જણાવ્યું હતું કે, દેશમાં કૃષિ બિલનો વિરોધ થઈ રહ્યો છે તે યોગ્ય નથી. ખેડૂતોએ બિલનો વિરોધ કરવાના બદલે તેનો અમલ થવા દેવો જોઈએ. જો બિલના અમલ બાદ ખેડૂતોને સમસ્યા ઉભી થશે તો તેમાં સુધારા કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખેડૂતો માટે અનેક યોજનાઓ બનાવી છે. તેમજ રૂ. 95 હજાર કરોડની રકમ ખેડૂતોના બેંક ખાતામાં જમા કરાવી છે. તેમજ ખેડૂતોને યોગ્ય વળતર મળે તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે.

તેમણે વધુમાં કહ્યું હતું કે, કેન્દ્ર સરકાર ખેતીમાં રહેલા જોખમ ઓછા કરવાના પ્રયાસ કરી રહી છે. તેમજ જમીનની ફળદ્રૂપતા વધારવાની દિશામાં કામગીરી કરવામાં આવી રહી છે. નવા કાયદાથી ખેડૂતો હવે અન્ય એપીએમસીમાં પણ પોતાના પાકનું વેચાણ કરી શકશે. જેથી ખેડૂતોને વધારે વિકલ્પ મળશે. સૌરાષ્ટ્રમાં 90 ટકાથી વધારે ખેતી કોન્ટ્રાક્ટ ફાર્મિંગ છે. એટલે કે જ્યાં સુધી ખેત મજૂર ન આવે ત્યાં સુધી ખેતી થતી નથી. જ્યારે ખેત મજૂર સાથે દૂર્ઘટના સર્જાય ત્યારે તેનો કોઈ મદદ મળતી નથી. એટલે સારી રીતે કોન્ટ્રાક્ટ ફાર્મિક થાય તેવા પ્રયાસો કરવામાં આવ્યાં છે.