Site icon Revoi.in

દિવાળીના તહેવારમાં લગભગ 9 હજાર કરોડની કાજુકાતરીનું વેચાણનો અંદાજ

Social Share

નવી દિલ્‍હીઃ દિવાળીના તહેવારને ગણતરીના દિવસો બાકી રહ્યાં છે, ત્યારે કોર્પોરેટ કંપનીઓ દ્વારા કર્મચારીઓ અને પરિચીતોને આપવા માટે મીઠાઈની ખરીદી કરી રહ્યાં છે. મીઠાઈની ખરીદીમાં સૌની પ્રથમ પસંદગી કાજુકતરી હોય છે. દર વર્ષે કુલ મીઠાઈમાં કાજુકતરીનો 30 ટકા હિસ્સો છે. ચાલુ વર્ષે નવ હજાર કરોડથી વધુની કાજુકતરી અને સોનપાપડીનું વેચાણ થવાનો અંદાજ સેવાઈ રહ્યો છે.

ફેડરેશન ઑફ સ્‍વીટ્‍સ ઍન્‍ડ નમકીન મેન્‍યુફેક્‍ચરર્સના આગેવાનો જણાવ્‍યું હતું કે, ‘દેશમાં દર વર્ષે દિવાળી સમયે લગભગ 25-30 હજાર કરોડની મીઠાઈઓનું વેચાણ થાય છે, જેમાં પેક્‍ડ સ્‍વીટ્‍સનું પ્રમાણ એકંદરે વધ્‍યું છે. આ વેચાણમાં 30 ટકા હિસ્‍સો કાજુકતરી અને સોનપાપડી છે. લૉ વેલ્‍યૂ ગિફ્‌ટ માટે લોકો સોનપાપડી જ પસંદ કરતાં હોય છે, જ્‍યારે મિડ વેલ્‍યૂ ગિફ્‌ટ માટે કાજુકતરી બેસ્‍ટ ઑપ્‍શન માર્કેટમાં છે.’ જો 30 હજાર કરોડના 30 ટકા પ્રમાણે ગણતરી કરીએ તો આ આંકડો 9 હજાર કરોડનો થાય છે. એટલે કે દર વર્ષે 9 હજાર કરોડની કાજુકતરી અને સોનપાપડીનું વેચાણ થાય છે. આ અચંબિત કરનારો આંકડો માત્ર દિવાળી સમયનો જ છે, બાકી આખા વર્ષનો અંદાજ તમે જાતે જ લગાવી શકો છો.

અત્રે ઉલ્લેખનીય છે કે, હાલ મીઠાઈની દુકાનોમાં ખરીદી માટે લોકોની લાંબી લાઈનો લાગી રહી છે, બીજી તરફ મીઠાઈમાં ભેળસેળના બનાવોને શોધી કાઢવા માટે તંત્ર દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.