Site icon Revoi.in

મહારાષ્ટ્રમાંથી પ્રથમવાર ડ્રેગન ફ્રુટની નિકાસઃ દુબઈ મોકલાયું

Social Share

અમદાવાદઃ કમલમ ફ્રુટ એટલે કે ડ્રેગન ફ્રુટનું ગુજરાત સહિત દેશમાં ઉત્પાદન વધ્યું છે. બીજી તરફ દુનિયાના અનેક દેશોમાં ભારતની કૃષિ પેદાશની ભારે ડિમાન્ડ છે. ત્યારે હવે ડ્રેગન ફ્રુટની દુબઈમાં નિકાસ કરવામાં આવી છે. મહારાષ્ટ્રમાંથી પ્રથમવાર ડ્રેગન ફ્રુટની દુબઈ નિકાસ કરવામાં આવી છે.

સુત્રોના જણાવ્યા અનુસાર ભારતમાં ગુજરાત, કેરળ, મહારાષ્ટ્ર, તમિલનાડુ, કર્ણાટક, ઓડિશા, પશ્ચિમ બંગાળ આંધ્ર પ્રદેશ અને આંદામાન અને નિકોબાર આઇલેન્ડમાં છેલ્લા કેટલાક વર્ષોમાં ખેડૂતો ડ્રેગન ફ્રુટની ખેતી કરફ વળ્યાં છે. જેથી જંગી ઉત્પાદન થઈ રહ્યું છે. આ ખેતીમાં ઓછા પાણીની જરૂર પડે છે. એટલું જ નહીં ખેડૂતો જુદા-જુદા પ્રકારની જમીનમાં તેનું ઉત્પાદન કરે છે.

બીજી તરફ ભારતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં શાકભાજી અને ફ્રુટના ઉત્પાદનમાં સતત વધારો થઈ રહ્યો છે. જેનો ફાયદો ખેડૂતોને મળી રહ્યો છે. ડ્રેગન ફળની મુખ્ય ત્રણ જાતો છે, સફેદ પલ્પવાળું ફળ, ગુલાબી રંગનું ફળ, લાલ પલ્પવાળું ફળ, ગુલાબી રંગનું ફળ અને સફેદ પલ્પ તથા પીળા રંગનું ફળ. પ્રથમવાર મહારાષ્ટ્રમાંથી ડ્રેગ્ન ફ્રુટની નિકાસ કરવામાં આવી છે.